ગુજરાતની શાળા, કોર્ટ, વિધાનસભાને બોમ્બની ધમકી આપનારો આખરે પકડાયો, જાણો કોણ છે આ શખ્સ

Spread the love
Hoax bomb threats: ગુજરાત સહિત આખા દેશના અનેક રાજ્યોમાં સ્કૂલ, કોર્ટ, વિધાનસભા, સરકારી ઓફિસોમાં બોમ્બની ધમકી આપીને દહેશત ફેલાવનારો આખરે પકડાઈ ગયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આરોપીની ધરપકડ કરી છે. જેનું નામ શ્રીનિવાસ લૂઈસ છે, જેની ઉંમર 47 વર્ષ છે. પોલીસે તેને કર્ણાટકના મૈસૂર જિલ્લામાંથી પકડી લીધો છે. તેના પર આરોપ છે કે, તેણે થોડા સમયમાં જ 1100 જેટલા ધમકીભર્યા મેઈલ મોકલીને સુરક્ષા એજન્સીઓના અને પોલીસના નાકમાં દમ કર્યો હતો.

પકડાવાથી બચતા લોકેશન બદલતો

દિલ્હી પોલીસના એક સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, શ્રીનિવાસ પોતાની ઓળખ છુપાવવા માટે અલગ અલગ લોકેશનથી ઈ-મેઈલ અને મેસેજ મોકલતો હતો. આ મામલાની ગંભીરતા ત્યારે વધી જ્યારે દિલ્હી હાઈકોર્ટના એક જજને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. અનેક સપ્તાહની તપાસ બાદ, ટેકનિકલ રિસર્ચ બાદ, આરોપીનું પગેરું મળ્યુ હતું. આરોપીની પાસેથી એક લેપટોપ અને અનેક સીમકાર્ડ બરામદ થયા છે.

 

આરોપી શિક્ષિત, પરંતું બેરોજગાર છે

તપાસમાં સામે આવ્યું કે, બેગલુરુનો મૂળ નિવાસી શ્રીનિવાસ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. પરંતું લાંબા સમયથી બેરોજગાર છે. તે મૈસૂરમાં પોતાની માતા સાથે રહેતો હતો, જે રિટાયર્ડ સરકારી શિક્ષક છે. શરૂઆતની તપાસમાં જ પોલીસને શંકા ઉપજી કે, તે માનસિક તણાવ સામે ઝઝૂમી રહ્યો છે. જોકે, તેને સ્વીકાર્યું કે, તે જાણી જોઈને કોર્ટ, સ્કૂલ અને કોલેજને નિશાન બનાવતો હતો, જેથી સમાજમાં વધુ દહેશત પેદા કરી શકાય.

શ્રીનિવાસની આ ધમકીઓને કારણે તંત્રને મોટું નુકસાન થયું છે. ધમકીઓ મળ્યા બાદ સંસ્થાનોને ખાલી કરાવવી પડતી હતી. કલાકો સુધી સરકારી કચેરીઓ તથા શાળાઓની કામગીરી અટકી જતી હતી. શૈક્ષણિક કાર્યો પર અસર પડતી હતી. તો સુરક્ષા એજન્સીઓને લાંબ સમય સુધી તપાસમાં દોડવું પડતું હતું.

 

હાલ પોલીસ તપાસ કરી રહી છે ક, શું શ્રીનિવાસનો સંબંધ કોઈ અન્ય નેટવર્ક કે બહારની કોઈ એજન્સી સાથે છે કે નહિ.

 

1100 મેઈલ મોકલવાની કબૂલાત કરી

દિલ્હી પોલીસે એક ટીમ મૈસુર મોકલી હતી, જ્યાંથી તેની ધરપકડ કરાઈ છે. આરોપીએ દેશભરમાં 1100 થી વધુ ધમકીભર્યા સંદેશા મોકલ્યા હોવાની તપાસમાં કબૂલાત કરી છે. આ સંદેશાઓ ઈ-મેઇલ અને અન્ય માધ્યમો દ્વારા મોકલવામાં આવ્યા હતા, જેના કારણે વિવિધ રાજ્યોમાં અનેક કેસ નોંધાયા હતા. શોધખોળ દરમિયાન, આરોપી પાસેથી એક લેપટોપ અને ઘણા સીમ કાર્ડ પણ મળી આવ્યા હતા. પોલીસ હવે આ ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે કે તેણે કેટલી જગ્યાએ સંદેશા મોકલ્યા હતા અને અન્ય કોઈ સંડોવાયેલા હતા કે કેમ. આરોપીને મૈસુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેને હવે દિલ્હી લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે અને સમગ્ર મામલાની સત્યતા બહાર આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *