Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ

Spread the love

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સૌરાષ્ટ્રના ભેજવાળા વિસ્તારોમાં હવામાન પલટાની શકયતા છે અને 7 થી 10 એપ્રિલે ઉતર, મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા રહેલી છે, દક્ષિણ ગુજરાતમાં વધુ અસર જોવા મળી શકે છે અને 15 એપ્રિલથી ગરમીમાં વધારો થવાની શક્યતા છે. 15 એપ્રિલથી હવામાન સાફ થવાનું શરૂ થશે અને 20 એપ્રિલ પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા રહેલી છે.

ઉ.ગુજરાત, કચ્છ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડશે : અંબાલાલ પટેલ

 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની શક્યતા છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે, 8 થી 16 એપ્રિલે પશ્ચિમ વિક્ષેપની અસર ગુજરાતમાં થશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

 

8 થી 16 એપ્રિલમાં પણ પ્રોમોન્સન એક્ટિવિટીથી વરસાદની શકયતા : અંબાલાલ પટેલ

 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 20 મે થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે, પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે.

 

7 એપ્રિલ સુધીમાં તાપમાન 40 થી 41 ડિગ્રી પહોંચશે : અંબાલાલ પટેલ

 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે, 11 મે થી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પડી શકે છે, 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકો માં રોગ આવવાની શક્યતા છે અને એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે.

 

ગુજરાતમાં પવનની ગતિમાં થશે વધારો : અંબાલાલ પટેલ

 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં પવનની ગતિ તેજ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને કેટલાક અન્ય ભાગોમાં પવનની ગતિ 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બારડોલી, વડોદરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

ખેતીના પાકો પર જોખમ આવી શકે છે : અંબાલાલ પટેલજ પવન અને કવખતના વરસાદને કારણે ઊભા પાક, ખાસ કરીને ઘઉંના પાકને જમીનદોસ્ત થવાની ભીતિ છે. આ ઉપરાંત, આંબાના પાકમાં અત્યારે ‘મોર’ (ફૂલ) આવવાની સિઝન હોવાથી, પવનને કારણે મોર ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાક રક્ષણના આગોતરા પગલાં લેવા અનુરોધ કર્યો છે. હાલમાં તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે, તે મોસમ માટે સાનુકૂળ નથી. હજૂ પણ 25 માર્ચ અને માર્ચના અંતમાં તેમજ એપ્રિલ મહિનામાં 2 થી 4 નવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આ કારણોસર તાપમાનમાં ઘટાડો રહેશે અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *