ભારતીય રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત, IRCTC લઈને આવ્યું છે ધાર્મિક પ્રવાસ : ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ’

Spread the love

 

તારીખઃ ૧૨.૦૫ ૨૦૨૬ થી ૨૨૦૫,૨૦૨૬ (૧૦ રાત્રી / ૧૧ દિવસ) રાજકોટ થી પ્રસ્થાન થશે

અમદાવાદ

ગરમીની રજાઓ માટે, આઈઆરસીટીસી એ ભારત ગૌરવ ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પ્રવાસ નું આયોજન કરી રહ્યું છે. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખઃ ૧૨.૦૫ ૨૦૨૬ થી ૨૨૦૫,૨૦૨૬ (૧૦ રાત્રી / ૧૧ દિવસ) રાજકોટ થી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર – વિરમગામ – સાબરમતી – નડિયાદ આણંદ – વડોદરા – ભરૂચ – સુરત-વાપી – વસઈ રોડ- કલ્યાણ – પુણે – સોલાપુર રેલવે સ્ટેશન થી બેસી શકશે.

આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા “તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી રામેશ્વરમ જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ” દર્શન કરવાનો લાભ મળશે.

IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે.

આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂ. ૨૧,૫૨૫/-, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. ૩૯,૧૦૫/- અને કમ્ફર્ટ ક્લાસ – 2AC માટે રૂ.૪૯,૧૮૫/- ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે.

IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, હવે પેકેજ “બુક કરો EMI” થી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર લોગીન કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકો છો. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસ 502, 5મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ. 380009 અને આઈ.આર.સી.ટી. સી સુવિધા કેન્દ્ર પ્લેટફોર્મ નં. 1, વડોદરા રેલવે સ્ટેશન મા સંપર્ક કરી શકો છો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે WhatsApp (9653661717) અથવા ઇમેઇલ: roadi@irctc.com પર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *