શેરબજારમાં પડ્યા પડ્યા સડી રહ્યા છે 89000 કરોડ રૂપિયા, તમારા કે પરિવારના કોઈ સદસ્યના છે કે નહિ આ રીતે કરો ચેક

Spread the love
Rs 89,000 crore stuck in shares : શેર બજાર દરેકનો રસનો વિષય છે. પરંતુ શેર માર્કેટની ચોંકાવનારી ખબર આવી છે. શેર માર્કેટમાં કેટલાક ઈન્વેસ્ટર્સની મોટી રકમ લાવારિસ પડી છે. જેના પર કોઈ દાવો કરનારું નથી. જેમાં તમારા પરિવારના કોઈ સદસ્યના રૂપિયા પણ હોઈ શકે છે. તો આ રીતે ચેક કરીને તમે પણ ક્લેમ કરી શકો છો. 

શેર બજારમાં લાવારિસ રકમ

બેંકથી લઈને શેર માર્કેટમાં અનેક ભારતીયોનું ઈન્વેસ્ટમેન્ટ લાંબા સમય સુધી એવું ને એવું પડ્યુ રહ્યું છે.

આ રકમ લાવારિસ રકમ જાહેર કરાઈ છે. આ એવી રકમ છે, જેના પર વર્ષો સુધી કોઈએ દાવો કર્યો નથી. 1 Finance Magazine ના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2025 સુધી અંદાજે 89000 કરોડ રૂપિયાની રકમ 1671 લિસ્ટેડ કંપનીઓના શેર બજારમાં ફસાયેલી છે. આ રકમ Investor Education and Protection Fund Authority (IEPFA) પાસે પડેલી છે.

 

રિપોર્ટ અનુસાર, બેંક ડિપોઝીટ, શેર, ઈન્સ્યોરન્સ અને ઈપીએફ જેવા સેક્ટરમાં કુલ 2.2 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ એવી છે, જેનો કોઈ દાવેદાર સામે આવ્યો નથી. ચોંકાવનારી બાબત એ છે કે, આ રૂપિયા ન માત્ર બેકાર પડ્યા છે. પરંતું મોંઘવારીને કારણે તે ધીરે ધીરે તેની વેલ્યૂ પણ ઘટાડી રહ્યાં છે.

રિલાયન્સ સહિત અનેક કંપનીઓના શેર

અંદાજે 166 કરોડ શેર એવા છે, જેના પર કોઈ દાવો કરાયો નથી

તેમાં મોટી કંપનીઓનો મોટો હિસ્સો પણ સામેલ છે, જેમ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

કુલ જેટલી કંપનીઓના સેર લાવારિસ છે, તેમાં એકલા રિલાયન્સની હિસ્સેદારી 15 ટકા છે

સમયની સાથે તેની વેલ્યૂ પણ અનેક ગણી વધી ગઈ છે. પરંતું યોગ્ય માહિતી કે નોમિની ન હોવાને કારણે આ રકમ મૂળ માલિક સુધી પહોંચી શકી નથી.

ક્યા, કેટલા રૂપિયા ફસાયેલા છે

 

બેંક ડિપોઝીટમાં સૌથી વધુ 97545 કરોડ રૂપિયા અનક્લેઈમ (દાવા વગરના) પડ્યા છે. આ રૂપિયા રિઝર્વ બેંક (RBI) ના DEA ફંડમાં જાય છે. જ્યાં તેના પર માત્ર 3 ટકા સાધારણ વ્યાજ મળે છે

વીમામાં 20062 કરોડ રૂપિયા અનક્લેઈમ છે. આ રકમ મેચ્યોરિટી, ડેથ ક્લેમ કે સરેન્ડર વેલ્યૂના રૂપમાં છે.

ઈપીએફમાં 10,915 કરોડ રૂપિયા લાવારિસ પડ્યા છે. 38% ઈપીએફ એકાઉન્ટ, 5-10 વર્ષથી નિષ્ક્રીય છે. તો 21% એકાઉન્ટ 20 વર્ષથી વધુ સમયથી ક્લેમ નથી થઈ.

મ્યુચ્યુઅલ ફંડમાં 3452 કરોડ રૂપિયા અનક્લેઈમ્ડ છે. એટલે આ રકમ પર અત્યાર સુધી કોઈએ દાવો નથી કર્યો. તેમાં અનક્લેઈમ્ડ ડિવિડન્ડ અને રિડેમ્પ્શન સામેલ છે.

કેમ કોઈ દાવો કરતું નથી

 

એક્સપર્ટસના અનુસાર, તેમાં ત્રણ મુખ્ય કારણ જવાબદાર છે.

ઈન્વેસ્ટ કરતા સમયે નોમિનીનું નામ ન જોડવું કે અપડેટ ન કરવું.

ઈન્વેસ્ટમેન્ટની પરિવારના સદસ્યોને જાણ ન કરવી.

ક્લેઈમ પ્રક્રિયાની માહિતીનો અભાવ તેની પ્રોસેસ વિશે યોગ્ય માહિતી ન મળી શકે.

શું તમારા પરિવારના તો રૂપિયા નથી ને, આવી રીતે કરો ચેક

 

જો તમને લાગે છે કે, બેંક કે શેર બજારમાં તમારા પરિવારના કે સંબંધીના રૂપિયા પણ ફસાયેલા હોઈ શકે છે, તો આ રીતે તમે ચેક કરી શકો છો.

શેપ માટે IEPFA ની વેબસાઈટ (iepf.gov.in) પર જઈને અનક્લેઈમ્ડ શેર ચેર કરો.

લાવારિસ બેંક ડિપોઝીટ શોધવા માટે RBI ના UDGAM પોર્ટલનો ઉપયોગ કરો

વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓનું સ્ટેટસ તપાસો

એક્સપર્ટસનું કહેવુ છે કે, તમારી મહેનતનેા લાવારિસ છોડવા કરતા તેનો યોગ્ય સમય પર ઉપયોગ કરવો સમજદારી છે. તેથી તમારા રોકાણની તમારા પરિવારજનોને પૂરતી માહિતી આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *