સરકારી નોકરીની લાલચ આપી ૨૬૦ યુવાનો સાથે છેતરપિંડી આચડતી ગેંગનો પર્દાફાસ થતા વલસાડની ડુપ્લીકેટ મહિલા ડેપ્યુટી કલેક્ટર અને તેના સાગરિતો સાથે ઝડપાઈ ગઈ છે. મહિલા સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડની એક મહિલાએ પોતાની ઓળખ વલસાડ ડેપ્યુટી કલેકટર રેવન્યુ તરીકે ની આપી તેના સાગરીતો સાથે ગાંધીનગરની એક હોટલમાં પડાવ નાંખી સમગ્ર કૌભાંડ ને અંજામ આપ્યો હતો.
મહિલા અને તેના સાગ્રીતો એ ૪૦ જેટલા ઉમેદવારોને તો ગાંધીનગર તાલીમ માટે બોલાવ્યા હતા જેઓ અલગ-અલગ હોટલમાં રોકાયેલા હતા .જાેકે આ કૌભાંડમાં કોઈ ફસાય તે પહેલા જ આ ગેંગ પોલીસની ચુંગાલ માં આવી ગઈ છે. પ્રાથમિક તપાસમાં જ ગેંગે અત્યાર સુધીમાં ૨૬૦ જેટલા નોકરી વાંચ્છું ઉમેદવારો ને શીશામાં ઉતારી મેં તેમની પાસે થી એક કરોડ રૂપિયાની માતબર રકમ ખંખેરી લીધી છે મોટાભાગના ઉમેદવારો દક્ષિણ ગુજરાતના છે. મહિલા અને તેના સાગરીતો એ સરગાસણ પોલીસની હોટલ સ્લીપ ઇન માં ડેરા તંબુ લગાવીને બેઠા હતા. ત્યારે જ પોલીસે તપાસ કરતા રૂમ.નં.૫૦૧ માંથી ડેપ્યુટી કલેકટર રેવન્યુ વલસાડ (ડુપ્લીકેટ) હેતવી સંજય પટેલ (મૂળ.રહે. ઠાકોર ફળિયું વાંસદા- નવસારી) તથા ડેપ્યુટી કલેકટર રેવન્યુ વલસાડ નીરજ.આર.ગરાશિયા ( રહે. શુકલ ફળિયું, ફૂલવાડી, મહુવા -સુરત) રોકાયેલા હોવાનું રજીસ્ટર માં તપાસ કરતા જણાવ્યું હતું આ લોકો પાસે પોલીસે ઓળખ પત્ર માંગતા બંને એ ઓળખ પત્ર ઘેર ભૂલી ગયાનું અને ગુજરાતના સચિન તથા ઉચ્ચ અધિકારી સાથે વાત કરવા કહ્યું હતું. જેથી પોલીસે” વાત કરવો” તમે કહેતા બંને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા બંનેની તપાસ કરતા અન્ય રૂમમાં તેમના સાગરીતો પણ રોકાયેલા હોવાનું જણાવ્યું હતું.
આથી પોલીસે તમામની ધરપકડ કરી રૂમની તલાશી લેતા તેમનાથી ડેપ્યુટી કલેક્ટર તથા આરોગ્ય અધિકારી, મામલતદાર તથા ભોગ બનનાર ઉમેદવારોના જુદાજુદા હોદ્દા ધરાવતા ખોટા, ઓળખ કાર્ડ, સરકારી બનાવટી સીલ, બનાવટી સિક્કા તથા ગૌણ સેવા પસંદગી મંડળના બનાવટી લેટરપેડ, ઉમેદવારોના બાહેધંરી પત્રો સહિત નો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જે જાેઇને પોલીસ ચોંકી ઉઠી હતી તેમજ આ ગેંગ સાથે ગાંધીનગરના રાજ ઝેરોક્ષ ના માલિક પ્રમાણ નટવરલાલ પટેલ ( રહે. સેક્ટર .૩-ડી, પ્લોટ નંબર. ૧૦૨૭/૨) ની પણ સંડોવણી બહાર આવવા પામી છે.
ડેપ્યુટી કલેક્ટર આઈ કાર્ડ, ગૌણ સેવા પસંદગીના લેટરપેડ, સહિતના ડોક્યુમેન્ટ્સ તેણે છાપ્યા હોવાનું ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ જાણે અજાણે ઉમેદવારોની ફસાવવા માટે નું બનાવટી સાહિત્ય પ્રણવે તૈયાર કર્યું હોઈ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મુખ્ય આરોપી એવી હેત્વી બે વર્ષ પૂર્વે ખુદ સરકારી નોકરી માટેની ઉમેદવાર હતી ત્યારે નોકરી વાંચ્છું ઉમેદવારો નું ઓળખાણ થઈ હતી આ ઓળખાણ નો લાભ લઇ ઓળખીતા ઉમેદવારો પાસેથી પણ જુનિયર કર્ણક, ગ્રામ સેવક , તલાટી, મામલતદાર ની નોકરી આપવાની લાલચ આપી પૈસા ખંખેરતી હતી – તે તેની સાથે બે શખ્સો ને પટાવાળા તરીકે રાખ્યા હતા તે સાથે પોલીસે કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે.( ૧ ) પ્રવણ નટવર પટેલ ( રહે .સે.૩ ડી. પ્લોટ નંબર. ૧૦૨૭/૨ ગાંધીનગર) (૨ ) હેતવી સંજય શંકર પટેલ ( રહે . ઠાકોર ફળિયું, વાંસયા તળાવ વાંસદા નવસારી( ૩ ) બંસી ચીમન પટેલ. ( રહે. કુલધરા, પાખરિયાવડ, વલસાડ ) ( ૪ ) નીરજ રમેશ ગરાસીયા( રહે. સુકલ ફળિયુ, ફબુલ વાડી, સુરત -મહુવા)( ૫ ) કુણાલ શૈબેન્દ્ર મહેતા.( રહે. જમનાબાગ ,વલસાડ) હેત્વી પટેલે બે હોદ્દા ધારણ કર્યા હતા. તેની પાસેથી છ અલગ અલગ કાર્ડ અલગ- અલગ હોદ્દો ધરાવતા આઈ કાર્ડ મળી આવ્યા હતા જેમાં એક કાર્ડ હેત્વી પટેલ ડેપ્યુટી કલેક્ટર તો બીજા કાર્ડ માં એડિશનલ હેલ્થ કમિશનર તરીકે દર્શાવી છે જ્યારે તેના સાગરીત નીરજ ગરાસીયા ના ત્રણ આઈ કાર્ડ પૈકી એકમાં ડેપ્યુટી કલેકટર, બીજામાં એડિશનલ ડ્રીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ કલેકટર તથા ત્રીજામાં પ્રોવિન્સ ઓફિસર નો વધુ દર્શાવ્યો છે. બીજા એક મળતિયા બંસીલાલ ને મામલતદાર બનાવ્યું છે. તો કૃણાલ મહેતાનું પ્રોવિન્સ ઓફિસર નું ડુપ્લીકેટ કાર્ડ આમ પાંચ બોગસ કાર્ડ મળી આવ્યા હતા. ખાસ ધ્યાન ખેંચતી બાબત એવી ઉપસી છે કે હેતવી પટેલ એક કાર્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને એક કાર્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું અલગ-અલગ હોદ્દાના કાર્ડ દર્શાવ્યા છે જેથી એવું ખુલવા પામ્યું છે કે એક વ્યક્તિની બે જગ્યાએ એટલે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બે જગ્યાએ નિમણૂક ના થઈ શકે? વધુમાં એવું જણાઇ રહ્યું છે. કે ગુનેગારોએ અગાઉ અક્ષય કુમારની આવેલ ફિલ્મ સ્પેશિયલ ૨૬ માટી પ્રેરણા લીધી હોય તેમ લાગી રહ્યું હોય છે.