મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવીન ભવનની તકતી અનાવરણ કરાયું હતું. સેક્ટર-૧૯ ખાતે શિક્ષણ વિભાગ અંતર્ગત તૈયાર થયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-CCC ૨.૦ની કામગીરીનું નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીશ્રી રૂપાણી વીડિયો વોલ- હોલ ખાતે શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે સંવાદ કર્યો હતો. આ ઉદ્દઘાટન પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી વિભાવરીબેન દવે, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ, SPD -SSA શ્રી પી.ભારતી,માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી એ.જે.શાહ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી મહેશ જાેષી,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ- શિક્ષણ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
* CCC ૨.૦ની મુખ્ય વિશેષતાઓઃ-
• રાજ્યભરની ૫૪,૦૦૦ જેટલી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના અંદાજે ૩ લાખથી વધુ શિક્ષકો તેમજ ૧ કરોડ વિધાર્થીઓના વિશાળ માળખાની સુવ્યવસ્થિત દેખરેખ- નિરીક્ષણ માટે અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.. CCC ૨.૦
• CCC ૨.૦માં દરેક વિદ્યાર્થીના દરેક પરીક્ષાના, દરેક વિષયના દરેક પ્રશ્ન અને ઉત્તરના ગુણની વિગતો ઉપલબ્ધ
• છેલ્લા બે-ત્રણ વર્ષમાં એક-એક બાળકે જે તે વિષયમાં કેટલી પ્રગતિ કરી છે તેનું એનાલિસિસ અહીંથી થશે.
• આના આધારે બાળકોના ડ્રોપ આઉટની સંભાવના, પ્રથમવાર શિક્ષણમાં ડ્રોપ આઉટનું ફોરકાસ્ટિંગ કરાશે, અગાઉથી તે ડ્રોપ આઉટને નિવારી શકાય- અટકાવી શકાશે.
• સિઝનલ માઇગ્રેશન જ્યાં થાય છે ત્યાં બાળકનું ટ્રેકિંગ થશે અને જે વિસ્તારથી જે વિસ્તારમાં માઇગ્રેશન થયું હશે તેને માઇગ્રેશન સેલ CCC મારફતે સંકલન કરાશે અને જે વિસ્તારમાં બાળકો ગયા છે ત્યાં નજીકની શાળામાં તેમનું નામાંકન થશે.
• ફિલ્ડમાં ૩,૨૫૦ જેટલા CRC, ૨૫૦-૩૦૦ જેટલા BRC અને URC આ સિવાય કેડર કેળવણી નિરીક્ષણ, સેકન્ડરી અને હાયર સેકન્ડરીના સુપરવાઇઝર સ્ટાફ આ બધાના રિયલ ટાઇમ GPS ટ્રેકિંગ અહીંથી CCC ના માધ્યમથી કરી શકાશે.
• ગુજરાત સરકારે રાજ્યની એક-એક શાળા એટલે લગભગ ૪૦ હજાર શાળામાં ટેબલેટ આપ્યા છે. આ ટેબલેટથી અમે શાળામાં રિયર ટાઇમ વીડિયો કોન્ફરન્સ કરી શકીશું.
• CCC થી હવે દરેક શાળામાં ગુણોત્સવની જેમ એક્રેડેશનની કામગીરી થાય તેવી રિયલ ટાઇમ એક્રેડેશનની કામાગીરી કરવામાં આવશે.
• આવતા સમયમાં ટેકનોલોજી ડ્રિવન લર્નિંગ અને ટેકનોલોજી ડ્રિવન ઓનલાઇન મોનિટરિંગ આ બંને પરિબળો-પ્રયાસોથી ગુજરાતના શિક્ષણમાં આમૂલી પરિવર્તન આવશે. આ આમૂલ પરિવર્તનમાં CCC૨.૦ મહત્વની કડી બની રહેશે.