ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં અધિકારીઓની બદલી અને બઢતીનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 15 એપ્રિલ 2026ના રોજ જાહેર કરાયેલા આ આદેશ હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાના અનેક અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે.
આંશિક સુધારા કરીને કેટલીક નિમણૂકો “ab initio” અસરથી અમલ
તે ઉપરાંત અગાઉના આદેશોમાં પણ આંશિક સુધારા કરીને કેટલીક નિમણૂકો “ab initio” અસરથી અમલમાં મુકવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ બદલીઓ વહીવટી સુવિધા અને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવી છે.
આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંબંધિત તમામ અધિકારીઓએ તાત્કાલિક પોતાની નવી જગ્યાએ હાજર થવું રહેશે. જો કોઈ અધિકારી સમયસર હાજર નહીં થાય તો તેને ગંભીરતાથી લેવામાં આવશે.
વહીવટી કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ
આ ઉપરાંત, ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. આ મોટા પાયે થયેલા ફેરફારોને કારણે રાજ્યના ગ્રામ વિકાસ તંત્રમાં નવી ગતિ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.