પાર્ટીદાર સમાજની કાગવડ ખાતે પાર્ટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ તેમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીદાર સમાજના અગ્રણી ભીમજી નાકરાણીને સૂચક નિવેદન આપ્યું છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ તરફ પાટીદાર અગ્રણીઓ રાજકોટના કાગવડ ખાતે ખાસ બેઠક યોજી છે.
આ બેઠકમાં પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તે મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું.
નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે : ભીમજી નાકરાણી
ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર બેઠકમાં પાટીદાર અગ્રણી ભીમજી નાકરાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે, નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે. હવે પાટીદારો પાસે કેશુબાપા જેવા મજબૂત નેતા નથી. તો ત્રીજા પક્ષને લઇને પણ ભીમજી નાકરાણીએ ચિંતા વ્યક્ત કરી છે.
તો આ સાથે જ આમ આદમી પાર્ટીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું કે, ઇતિહાસ જેમ કહીં રહ્યો છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીતે કામગીરી કરી રહી છે. પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયોગ સફળ થઈ રહ્યા છે. તો મને લાગે છે કે, આગામી ચૂંટણીમાં કદાચ આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે.
ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને ખોડલધમના ચેમમેન નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.
પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે
મહત્વનું છે કે બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ – અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ – સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની 7 સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપી રહ્યા છે. નરેશ પટેલે ઉંઝામાં પાટીદાર અગ્રણીઓને ખોડધામ આવવા આમંત્રણ આપ્યું હતું. નરેશ પટેલે કહ્યં કે પાટીદાર સમાજ ઘણો મોટો સમાજ છે દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે હવે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તેની ચર્ચા થશે.
ગુજરાતની રાજનીતિમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ
સૌથી મોટી વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજ એક થતા હવે ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફાર થવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ પાટીદાર આગેવાનો બેઠકમાં રહ્યા હાજર..
નરેશ પટેલ
ચેરમેન ખોડલધામ.
રમેશ ટીલાળા
ટ્રસ્ટી,ખોડલધામ
દિનેશ કુંભાણી
પાટીદાર આગેવાન અમદાવાદ
દિલીપ નેતાજી
ઉંઝા ઉમિયા
રમેશભાઇ દુધવાલા
પાટીદાર આગેવાન.
વાસુદેવ પટેલ
પાટીદાર આગેવાન
હંસરાજભાઇ ધોરૂ કચ્છ
કચ્છ પાટીદાર આગેવાન
લવજીભાઇ બાદશાહ
ઉધોગપતિ અને સમાજના આગેવાન,સુરત
મૌલેશભાઇ ઉકાણી
ઉધોપતિ,રાજકોટ
જેરામબાપા પટેલ
સિડસર ધામ અને સૌરાષ્ટ્ર કડવા પાટીદાર આગેવાન..
આર.પી.પટેલ.
વિશ્વ ઉમા સંસ્થાન
બી.એસ.ઘોડાસરા
નિવૃત અધિકારી અને આગેવાન.
તમે શેના માટે માગણી કરી રહ્યા છો, તમે 75 ટકા નાણા લીધા છેઃ CM રૂપાણીનું નિવેદન
નવજાત બાળકી ગર્ભાશયનું પાણી પી જતા જીવ જોખમમાં મૂકાયો, 108ની ટીમે જુઓ કેવી રીતે બચાવ્યો જીવ
IPLને કારણે ઈંગ્લેન્ડના ક્રિકેટરો આજે આપણા તળિયા ચાટે છે, ભારતીય દિગ્ગજ ગુસ્સે ભરાયા