તેલના ખેલમાં ‘અદ્રશ્ય દુશ્મન’: ભારત, પાકિસ્તાન, અમેરિકા, રશિયા અને ઓસ્ટ્રેલિયા ટાર્ગેટ

Spread the love

Oil Refineries: પશ્વિમ એશિયા સંકટની શરૂઆતથી અત્યારસુધીમાં 57 દિવસોમાં ભારત, અમેરિકા, પાકિસ્તાન સહિત વિશ્વભરની 11 ક્રૂડ ઓઈલ રિફાઈનરીમાં આગ લાગવાની, વિસ્ફોટ થવાની કે લીક થવાની ઘટનાઓ ઘટી છે. રાજસ્થાનમાં બાલોતરામાં પચપદરા રિફાઈનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ છે. પ્રધાનમંત્રી મોદી આ રિફાઈનરીનું 21મી એપ્રિલે ઉદ્ઘાટન કરવાના હતા એના એક દ દિવસ પહેલાં આગની ઘટના અને રિફાઈનરી સળગીને ખાખ થઈ ગઈ છે.

જેના પગલે પીએમનો પોગ્રામ કેન્સલ થઈ ગયો. સોશિયલ મીડિયા પર કેટલાક એકસપર્ટ આ ટાઈમિંગને લઈને સવાલો ઉભા કરી રહ્યાં છે.

 

ભારત સહિત દુનિયાભરની રિફાઈનરીઓને ખતરો

રિફાઈનરીમાં આગની સૌથી લેટેસ્ટ ઘટના પાકિસ્તાનની નેશનલ રિફાઈનરી લિમિટેડ સાથે જોડાયેલી છે. પાકિસ્તાનની નેશનલ રિફાઈનકી લિમિટેડ દક્ષિણ પશ્નિમ બલૂચિસ્તાન સ્થિત દારિગ્વાનમાં આવેલી છે. જ્યાં કેટલાક અજ્ઞાત બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. બાદમાં સુરક્ષા અધિકારીઓએ ઓપરેશન ચલાવીને આ રિફાઈનરીને સુરક્ષિત કરી છે. સોશિયલ મીડિયા પર અમેરિક-ઈરાન યુદ્ધ પર નજીકથી નજર રાખી રહેલા એક્સપર્ટસ કહે છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે વિશ્વભરમાં એનર્જી સંકટ ઉભું થયું છે. હવે રિફાઈનરીઓ સાથે થયેલી દુર્ઘટનાઓનું ટાઈમિંગ પણ સમજીએ..

ઈક્વાડોરની સૌથી મોટી રિફાઈનરીમાં છેલ્લા 9 મહિનામાં 3 વાર આગ લાગી ચૂકી છે.

ઓસ્ટ્રેલિયામાં વીવા એનર્જી ગિલોન્ગમાં ધડાકો થયો છે. જે રિફાઈનરી દેશનું 10 ટકા ઈંઘણ પેદા કરે છે.

રશિયાના નિઝ્નેકમ્સ્કનેફ્તેખિમ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે.

ભારતમાં ONGCના મુંબઈ હાઇ ઓફશોર સુવિધામાં આગ લાગી હતી, જેમાં 10 કામદારોના મોત થયા હતા.

અમેરિકાના વાલેરો પોર્ટ ઓર્થર ટેક્સાસ રિફાઇનરીમાં 157,000 પાઉન્ડ કેમિકલ ઢોળાઈ ગયું. જેના કારણે 10 દિવસ સુધી આકાશમાં ધુમાડો છવાયેલો રહ્યો.

ભારતમાં, રાજસ્થાનમાં પચપદ્રા રિફાઇનરીમાં અચાનક આગ લાગી હતી, જ્યારે વડા પ્રધાન મોદી તેનું ઉદ્ઘાટન કરવાના હતા.

ના મિસાઈલ ના ડ્રોન, રિફાઈનરીઓમાં થઈ રહી છે દુર્ઘટનાઓ

એક્સપર્ટસ એમ કહે છે કે 4 મહાદ્રીપોમાં કોઈ મિસાઈલ નહીં, કોઈ ડ્રોન નહીં ફક્ત એક્સિડન્ટ થયા છે. આ સમય એવો છે જ્યારે દુનિયા મિડલ ઈસ્ટમાં સપ્લાયનો વિકલ્પ શોધી રહી છે. એવું માનવામાં આવે છે કે આ એક રીતે ગુપ્ત હુમલાઓ છે. જેને ગ્લોબલ માર્કેટમાં દબાણ વધારવા માટે પ્લાન કરાયા છે. દેશોને મજબૂર કરાઈ રહ્યાં છે કે તેઓ આ યુદ્ધથી દૂર રહે….

કોને થઈ શકે સૌથી મોટો ફાયદો

એકસપર્ટસ કહે છે કે જો ક્રૂડના ભાવ વધે છે તો સરકારો પાસે કોઈ વિકલ્પ નહીં બચે, જેનાથી કોને કોને ફાયદો થઈ શકે છે એ પણ સ્પષ્ટ છે. અમેરિકા રેકોર્ડ માત્રામાં તેલ અને ગેસનું વેચાણ કરી રહી છે. ઈઝરાયેલ ઘણા દેશોને યુદ્ધમાં સામેલ કરવા કે સૈનિકોનો બોજ વહેંચવા માટે રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંયોગની બાબત એ પણ છે કે 4 મહાદ્રીપોમાં 45 દિવસની અંદર 6 રિફાઈનરીઓમાં આવી ઘટનાઓ ઘટી છે જે એક પેટર્ન છે.

 

દુનિયાની એનર્જી ગ્રીડને નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ

સોશિયલ મીડિયા એકસ પર સંયોગ કે ષડયંત્ર નામથી અનેક ટ્વીટ થઈ રહ્યાં છે. એક્સપર્ટ્સ કહે છે કે અમેરિકા-ઈરાન યુદ્ધ પછી લગભગ 20થી વધારે રિફાઈનરીઓમાં હુમલા કે અચાનક આગ લાગવાની ઘટનાઓ ઘટી છે. દુનિયાની એનર્જી ગ્રીડને નુક્સાન પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેમાં અમેરિકાની વાલેરો, ઓસ્ટ્રેલિયાની ગિલોન્ગ, રશિયાની સિબૂર અને ભારતની પચપદરા રિફાઈનરીઓ ટાર્ગેટ બની છે. આ ઘટનાઓ ત્યારે ઘટી છે જ્યારે અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાનું 20 ટકા ક્રૂડ ઓઈલને સપ્લાય કરતો રસ્તો બંધ છે.

અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે એક નવું યુદ્ધ

 

આ 2030 World Economic Forumના એજન્ડાને લાગુ કરવા માટે ઉર્જા સંપ્રભુતાને આયોજનપૂર્વક હનન કરવાનું એક ષડયંત્ર છે. જેમની પાસે તેલના ભંડાર છે તેઓ ડિજિટલ રાશનિંગ અને કેન્દ્રીય નિયંત્રણ લાગુ કરીને ઈંધણની અછત ઉભી કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ દેશને આગળના મહિનાઓ મુશ્કેલ રહેવાના સંકેતો આપ્યા છે.

આ સમયે એક્સપર્ટસ કહે છે કે ઈરાન યુદ્ધે એનર્જી માર્કેટને હચમચાવી દીધું છે. આ સાથે રિફાઈનરીઓને નુક્સાન પહોંચાડવાનો પણ એક ખેલાઈ રહ્યો છે. જે એક લહેરની જેમ છે.

યુક્રેને રશિયાના તેલના ઠેકાણાઓ પર હુમલાઓ કરવાની જાહેરાત કરી દીધી છે. ટેક્સાસથી લઈને ભારત અને ઓસ્ટ્રેલિયા સુધી આ પાછળ એક એજન્ડા છુપાયેલો છે. આ એક સાયબર લેયર છે.

આ ષડયંત્ર કરતાં વધારે એન્જિનિયરિંગ છે

એક રિસર્ચ એનાલિસ્ટ કહે છે કે 28 ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં 11 રિફાઈનરીઓમાં આગ લાગી ચૂકી છે. ઈન્ટરનેટ પર 50 ટકા લોકો માને છે કે આ એક ષડયંત્ર છે. રશિયામાં લાગેલી આગ એ યુક્રેની ડ્રોન હુમલો હોય તો બીજી જગ્યાએ કેમ થઈ રહ્યાં છે હુમલાઓ. ઓસ્ટ્રેલિયાની જિલોન્ગ રિફાઈનરી 1950ના દશકથી છે. એમને સ્વિકાર કર્યો છે કે માર્ચમાં ઉત્પાદન વધારવા માટે એમને સમારકામ ટાળી દીધું હતું. આ દેશની સૌથી મોટી રિફાઈનરીઓમાંની એક છે. હોર્મુંઝ ખાડી બંધ થવાના કારણે આ રિફાઈનરી પોતાની પૂરી ક્ષમતાથી ચાલી રહી હતી.

 

ભારત ટેક્સાસ અને રોમાનિયમાં પણ આ જ સ્થિતિ છે. હોર્મુંઝ સ્ટેટની 6 મિલિયન બેરલ પ્રતિ દિવસની ક્ષમતા ઘટી જાય ત્યારે દરેક રિફાઈનરીઓ પોતાની સીમાથી વધારે કામગીરીનો બોજ ઉઠાવે છે. સમારકામમાં વિલંબ, વધારે ઉત્પાદન અને જૂના મશીનો પણ કારણ હોઈ શકે છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીનું કહેવું છે કે માર્ચમાં વૈશ્વિક તેલ ભંડાર 85 મિલિયન બેરલ ઓછો થઈ ગયો છે. બફર ઘટવા લાગે ત્યારે આવી સ્થિતિ પેદા થઈ શકે છે. આ ઘટનાઓ પાછળ ષડયંત્ર કરતાં એન્જિનિયરિંગ વધારે છે. જોકે, રાજસ્થાનના પચપદરા અને અમેરિકામાં કેમિકલ ઢોળાવવું એ શંકા પેદા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *