મિથુન ચક્રવર્તીએ 2021 અને 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં

Spread the love
ભાજપના વરિષ્ઠ નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ 2021 અને 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યભરમાં વ્યાપક પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદી સાથે તેમનો ગાઢ સંબંધ સતત દેખાતો રહ્યો. અનેક લોકો તેમને મુખ્યમંત્રી પદના સંભવિત ઉમેદવાર તરીકે જોતા હતા, પરંતુ અમિત શાહે સુવેન્દુ અધિકારીના નામની જાહેરાત કરી.

મંત્રીઓના શપથગ્રહણ સમારોહમાં મિથુન સ્ટેજ પર હાજર રહ્યા, પરંતુ મંત્રીપદ લીધું નહિ. પીએમ મોદીએ મિથુન દાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. મિથુનના ચહેરા પર સ્મિત અકબંધ રહ્યું. ભાજપમાં જોડાયા પછી પાંચ વર્ષમાં તેમણે ક્યારેય રાજ્યસભા કે મંત્રીપદ માગ્યું નથી. તેમણે કહ્યું હતું કે તેઓ ફક્ત ગરીબોની સેવા માટે પાર્ટીમાં જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *