ટૂંક સમયમાં જ વાડજ રાણીપ ફ્લાયઓવર ખુલ્લો મુકાશે, વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત થશે

Spread the love

અમદાવાદમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે મહાનગર પાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં વિકાસના કામો પણ પુર ઝડપે ચાલી રહ્યાં છે. અમદાવાદીઓને ટ્રાફિકની પળોજળમાંથી રાહત મળે તે માટે વાડજ અને રાણીપ ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે.

વાડજ રાણીપ 4 લેન ફ્લાય ઓવર બ્રિજ તૈયાર

અમદાવાદ શહેરમાં વાડજ રાણીપ 4 લેન ફ્લાય ઓવર બ્રિજ અંદાજે રૂ.106.52 કરોડ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજે 735 મીટર લાંબો અને 16થી 20 મીટર પહોળો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ બ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવશે. બ્રિજ ખુલ્લો મુકાયા બાદ લોકોને ગાંધી આશ્રમ કનેક્ટિવિટી મળવાથી ટ્રાફિકમાં રાહત રહેશે. વાહન ચાલકોનો સમય હવે નહીં બગડે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

 

એસજી હાઈવે પરનો બ્રિજ પણ તૈયાર

 

બીજી તરફ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આગામી જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.આ નવો બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો આ ત્રણેય મુખ્ય જંક્શન પરના ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે. અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 4 કિમીની લંબાઈ ધરાવતો શહેરના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર પૈકીનો એક હોવાનો દાવો કરાયો છે. આ બ્રિજ કાર્યરત થયા બાદ સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનું અંતર હવે મિનિટોમાં કપાઈ જશે.ગાંધીનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને શહેરના આંતરિક ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *