GJ-૧૮ એટલે વૃક્ષોની નગરી, ગ્રીનસીટી, થી લઇને અનેક નામો લોકોએ સૂચવેલા છે. ત્યારે હવે આ નામો ભૂંસાઇ રહ્યા છે. ત્યારે ઘણાજ એવા વૃક્ષપ્રેમીઓ છે, જે આ નામ ન ભૂસાય તે માટે હરહંમેશા વૃક્ષોને સજીવન રાખવા અનેક વૃક્ષો વાવી રહ્યા છે.આજે ય્ત્ન-૧૮ વિકાસની હરણફાળ આંબતા વૃક્ષોનો ખુરદો બોલી ગયો છે. પણ હવે વૃક્ષ પ્રેમીયો ના કારણે આજે પણ ઘણાજ વૃક્ષો ભલે કટીંગ થયા પણ એની સામે વાવવાનું કામ મજબૂતાઇથી એવા પુરુષાર્થ વ્યક્તિયો કરી રહ્યા છે.
GJ-૧૮ ના પૂર્વ પૂર્વ ડે. મેયર નાઝાભાઇ ધાંધર એવા ભામાસા પોતે વૃક્ષપ્રેમી, વૃક્ષોના ડોક્ટર તરીકે પ્રચલિત છે. પોતે હજારો વૃક્ષો વાવ્યા હોવાનો રેકોર્ડ બ્રેક છે. ત્યારે GJ-૧૮ GMC ના ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થતાં અને વહીવટદારનું શાસન આવતાં અનેક કામો હાલ અટકી ગયા છે. ત્યારે પૂર્વ ડે.મેયર નાઝાભાઇ ધાંધરે મુખ્યમંત્રી વિજયરૂપાણીને પત્ર પાઠવીને ૫ હજાર ટ્રીગાર્ડ વૃક્ષો વાવવા અને તેને જતન કરવાની જરૂર પડી છે. જેથી વહીવટદારનું શાસન હોવાથી મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ટ્રીગાર્ડ માટે ભલામણ કરી છે. ત્યારે આવનારી પેઢી માટે ઓક્સીજનની ખૂબજ જરૂર પડશે, કોરોનાની મહામારીમાં વૃક્ષોનું નિકંદન જે થયેલું તેના કારણે મનુષ્યનું પણ નિકંદન થઇગયું હતું. આવનારી પેઢી માટે વૃક્ષો એક ઓક્સીજન રૂપી છે. ત્યારે ગ્રીનેરી સીટી નું નામ ન ભૂંસાય તે માટે હંરહંમેશા વૃક્ષોનું જતન એવા રતન નાઝાભાઇ કરી રહ્યા છે. સે-૭,૮,૧ થી લઇને સે-૧૨,૧૩ (ઉમીયાધામ મંદિર પરીસર) આ તમામ રોડ, રસ્તાઓ ઉપરથી જાવ એટલે જે ગ્રીનેરી, હરીયાળી, દેખાય છે, તે GJ-૧૮ ના નવલખા રતન એવા નાઝાભાઇને આભારી છે. આવનારી પેઢી નોકરી, ધંધો રોજગાર કરશે પણ આ વૃક્ષોના ઉછેર માટે સમય પણ જરૂરી છે. કોમ્પ્યુટરની એક સ્વીચ દબાવીએ અને તરત બિલ્ડીંગો ઉભી થઇ જાય, રોડ, રસ્તા ઉછેરતા પણ સમય લાગે છે. કુદરતી, અને પ્રકૃતિના નિયમો અલગ છે.
દરેક વ્યક્તિએ ૨ વૃક્ષની જવાબદારી લેતો વૃક્ષોની નગરી બની જાય, આવનારા સમયમાં અનેક દેશો ઓક્સીજન લેવા પણ નાણાં ચૂકવવા પડે છે. આંખમાં પણ ઠંડક અનુભવાય છે. ત્યારે GJ-૧૮ ની પ્રજાથી લઇને આવનારી પેઢી માટે વૃક્ષો વાવો તેવી લાગણી પણ નાઝાભાઇએ વ્યક્ત કરી હતી.