GJ-૧૮ ખાતે મહાનગરપાલીકામાં ભાજપ શાસન ભોગવી રહ્યું છે. ત્યારે જે હોદ્દેદાર, કાર્યકરો ભાજપમાં જાેડાયા છે,તેમાં જે ચૂંટાયેલા સભ્યો, કે હોદ્દેદારો જે નિર્ણય કરે તે શીરો માન્ય રાખવો પડે, પણ ખોટું હોય કે સાચું હોય, ત્યારે ૨૦ વર્ષથી જૂના કાર્યકરોની ભૂમિકા ભજવીને આપ પાર્ટીને માહિતીઓ આદાન-પ્રદાન કરીને પ્રશ્નોની સોપારી આપી રહ્યા છે. કારણ કે, સે-૨૧ કુડાસણના વેપારીઓ, રહીશોના અનેક પ્રશ્નો ભાજપના કાર્યકોરને પણ ઉચ્ચકક્ષાએ કામો મંજૂર થયા હોય અને ભલે ને પછી પ્રજા ત્રસ્ત થતી હોય કે વેપારીઓ? ત્યારે ભાજપના કાર્યકરો કશું જ કરી શકતા નથી, ત્યારે હવે કોંગ્રેસ જાેડે ન જતાં આપ પાર્ટીના હોદ્દેદારો ને તમામ વિગતો આપીને પ્રજાના કામો થાય તે માટે ભાજપના જ કાર્યકરો આપને વિનંતી કરી ને આ કામ કરવા આજીજી કરી રહ્યા છે.
GJ-૧૮ ખાતે ભાજપ અને કોંગ્રેસ બે પક્ષ હતા, પણ કોંગ્રેસનું ધોવાણ થઇ ગયું છે, અમીત ચાવડા થી લઇને ઉચ્ચ પ્રદેશના નેતાઓ મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમ આવતા હોય તો માંડ ૧૦૦ કાર્યકરો દેખાય, અને શહેરમાં સંગઠન જાેવા જઇએ તો વોર્ડ દીઠ બોડી પણ ડીક્લેર નથી કરી શક્યા, ત્યારે કોંગ્રેસ અત્યારે હાલતો લાકડા તલવારથી ચાલી રહી છે. ત્યારે પહેલાં ભાજપના સભ્યો, હોદ્દેદારોનો અંદરો અંદરનો ખટરાગ અને વિરોધ હોય તો તેઓ કોંગ્રેસના સભ્યોને વિભીષણો બનીને સોપારી આપતા હતા, હવે આ સોપારી આપ પાર્ટીના સભ્યોને આપતા હોય તેમ આપને રજુઆત કરી રહ્યા છે. સે-૨૧ ના વેપારીઓથીલઇને કુડાસણ ખાતેના વેપારીઓએ આપ પાર્ટીના સભ્યોને ફૂટપાથોથી લઇને અને પ્રશ્ને રજુઆત કરી છે.