GJ-૧૮ , સે-૨૧ ખાતે વેપારીઓ ખોદકામ ,અને વારંવાર તોડફોડ ના કામો થી પરેશાન થઈ ગયા છે. શાસકપક્ષ સામે અનેક રજૂઆતો કર્યા છતાં કામ ન થતા આખી શાસકપક્ષ થી દૂર રહીને વિરોધ પણ એવા” આપ” પાર્ટી સુધી સેક્ટર ૨૧ ના વેપારીઓ દ્વારા પોતાની રજૂઆત કરી છે, તેમાં ફૂટપાથો વારંવાર તોડીને ફૂટપાથો બનાવવી, ફુવારા તોડી ને ફરી પાછા નવા બાંધકામ, ઝાળીઓ, આવવા જવાના દરવાજા તોડીને ફરી પાછું બાંધકામ હોય તેમ મહંમદ તઘલઘી જેવા ર્નિણયોથી શાસકપક્ષની કામગીરીથી અને પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. ત્યારે આજે સેક્ટર ૨૧ એટલે GJ-૧૮ નુ હાદર્સનું ગણાતું હતું તે તોડફોડ અને દરેક જગ્યાએ ખોદકામથી સેક્ટર ૨૧ નું માર્કેટ તો ડાઉન થઈ ગયું, પણ વેપાર ધંધા, રોજગાર પણ થઈ ગયો છે.સેક્ટર ૨૧ માં ફૂટપાથો આવવા માટે હતી, તેમાં પાર્કિંગ ખોસી નાખવામાં આવ્યા, રોડ, રસ્તા ખોદી ૧ વર્ષ થી તોડ ફોડ ચાલી રહી છે, પણ મંદ ગતિએ કામ ચાલતા યાતનાઓ વેપારીઓ ભોગવી રહ્યા છે, ત્યારે ભષ્ટાચાર કરવા ફૂટપાથો અને ફૂડપાથ બન્યા બાદ પછી તોડફોડ ને હવે પાર્કિંગ તો આ ક્યાં સુધી? પ્રજાના પૈસાનું પાણી અને વેપારીઓના ધંધા ઓ ક્યાં થઈ જતા આપ પાર્ટી લોકોએ રજૂઆત કરીને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા જણાવ્યું છે, ત્યારે સેક્ટર ૨૧ ખાતે જ તો વેપારીઓ હવે શાસક પક્ષ પાસે ન્યાય ન માંગી ને વિરોધ પક્ષ એવા આ પાર્ટીની મદદ માંગી છે.
સેક્ટર-૨૧ જનતા બજાર મેઇન માર્કેટ ખાતે સ્થાનિક પ્રશ્નો બાબતે સત્તાધારી કચેરીઓ સમક્ષ રજૂઆત થઇ હતી, પરંતુ છેલ્લા છ મહિનાથી તેમની સમસ્યાઓનો ઉકેલ ન આવતાં આમ આદમી પાર્ટીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આપના વોર્ડ પાંચા ઉમેદવારો અને હોદ્દેદારો વેપારીઓને મળવા રૂબરૂ પહોચ્યા હતાં. જ્યાં જનતા બજાર માલિક એસોસિએસનના પ્રમુખ ચંદ્રકાંતભાઇ દરજી અને ઉપપ્રમુખ રફિકભાઇએ લાંબા સમયથી પડતર રહેલી સમસ્યાઓ અંગે વાત કરી હતી. આ બજારમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલયને તાળાં મારવામાં આવ્યા છે. કારણ કે શૌચાલયમાંથી પાણીના નિકાલ માટેની સુવિધાનો અભાવ છે.
માર્કેટમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનો અગાઉથી બિછાવેલી છે, પરંતુ તંત્ર દ્વારા તેની કાળજી ન રખાતી હોવાથી બ્લોકેજ થઇ ગયા છે. તેમ જ આસપાસની ડ્રેનેજ લાઇનનો બગાડ પણ બજારમાં ભરાતા વેપારી વર્ગ તેમજ મુલાકાતીઓ સામે રોગચાળાનું જાેખમ ઊભું થયું છે. પાણી ભરાઇ રહેવાના કારણે નાગરિકોના લપસી જવાની પણ આશંકા છે અને ઘરાકીને પણ અસર પડતી હોવાની ફરિયાદ છે. લોકડાઉન દરમિયાન ધંધા-વેપારી મંદ થયા હોવાથી વેપારીઓ પાસેથઈ લેવાતા ભાડામાં રાહત આપવા માગણી થઇ છે. સ્થાનિક વેપારીઓની આ રજૂઆત સંદર્ભે આપના સભ્યો સંબંધિત કચેરીમાં રજૂઆત કરવાની અને વેપારીઓની તકલીફો દૂર કરવાની ખાતરી આપી હતી.