દવાની દુકાનો માં ડમી ફાર્માસિસ્ટ અને લાયસન્સ ભાડે આપવાની પ્રવૃત્તિથી જાેખમ ઊભું થતાં રાજ્યના પોલીસ વડા ને કાર્યવાહી કરવા જાગૃત સંગઠને રજૂઆત કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં દર્દીઓ ઓના આરોગ્ય સાથે ચેંડા થાય તેવી ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા દવાની દુકાનમાં ખોટું સોગનનામું કરતા ફાર્માસીસ્ટ તેમજ મેડીકલ સ્ટોસૅ વિરુદ્ધ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરવાની રજૂઆત ગુજરાત જનતા જાગૃતિ મંચે છે કરેલ લેખિત રજૂઆત અનુસાર જે રીતે જાહેર જનતાના આરોગ્ય હિતમાં નકલી ડોક્ટર વિરુદ્ધ કામગીરી થઈ રહી છે. તેવી રીતે કેટલાક મેડિકલ સ્ટોર્સ માં પણ કાયદા અને નિયમોનું યોગ્ય રીતે પાલન કરાતું નથી આ બાબતે જાગૃતિ મંચે આવી ગેરરીતી આચરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ને કરી હોવા છતાં કોઈ પરિણામ લક્ષી કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી ઉપરોક્ત બાબતને ધ્યાને લઇ મેડિકલ સ્ટોર્સ તેમજ ડમી ફાર્માસીસ્ટ સામે ફરિયાદ નોંધાવવામાં આવે તે જરૂરી છે
ડ્રગ અને કોસ્મેટીક એકટ મુજબ ફાર્માસીસ્ટ જ દવાનું વેચાણ કરી શકે પરંતુ રાજ્યમાં અનેક દવાની દુકાનો માં ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થતું જાેવામાં આવી રહ્યું છે. જ્યારે મોટાભાગની દવાની દુકાનોમાં ફાર્માસીસ્ટ નુ લાયસન્સ ભાડે લઈને પણ મેડિકલ સ્ટોર ખાલી દેવાયા છે. તેમજ કેટલીક હોસ્પિટલ માંજ દવાની દુકાનો આવેલી છે. તેમાં ફાર્માસીસ્ટ નું લાયસન્સ ભાડે લઈને મેડિકલ સ્ટોર્સ ખોલી દેખાયા છે. જેથી ડમી ફાર્માસીસ્ટ થકી જનતાના આરોગ્ય સાથે ચેંડા થવાનો ભય ઉભો થવા પામે છે. આધારભૂત સાધનો ના જણાવ્યા પ્રમાણે આવા સ્થળોએથી નશાના ઉપીયોગ માં લેવાતી અને ગર્ભયાત ની દવાનું પણ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિનાં વેચાણ થઈ રહ્યું હોવાનું ઉજાગર થવા પામ્યું છે.કોરોનાની મહામારી ના સમયે જ ડ્રગ કંટ્રોલ ના કર્મીઓની મિલીભગતથી દવાની સંગ્રહખોરી, કાળા બજાર કરવાની પ્રવૃત્તિ બહાર આવવા પામી છે. ડ્રગ ખાતા એ પણ ચેકિંગની પ્રવૃત્તિ સાધન બનાવી જે ફાર્માસીસ્ટ લાયસન્સ ભાડે આપતા હોય તેની સામે પોલીસ ફરિયાદ તંત્ર નોંધાવે તે જરૂરી છે.નોંધનીય છે કે આટલા વર્ષો વીતી ગયેલ હોવા છતાં ફાર્મસી કાઉન્સિલ દ્વારા ઇન્સ્પેક્ટર ની નિમણૂક કરવામાં આવી નથી. વધુમાં બિલ બુક માં કોની સહી થાય છે. તે સ્ટોર્સ પાસે દવાનું વેચાણ કરવાના કલાકો સહિત અનેક બાબતો ની માંગણી કરવામાં આવી છે.