ગીતા મંદિરથી લક્ઝરી બસ મારફતે હેરાફેરી : સ્ટેટ GSTએ અમદાવાદમાં ગીતા મંદિરથી લક્ઝરી બસમાં 100 કિલો ચાંદી જપ્ત કરી : ચાંદીના જથ્થાનો કોઇએ ક્લેઇમ નહીં

Spread the love

રાજકોટ એરપોર્ટ પર એર કાર્ગો દ્વારા ચાંદીના મોટા જથ્થાની શંકાસ્પદ હેરફેર અંગે ગુજરાત ATS ને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આશરે ₹5 કરોડની કિંમતની આશરે 180 કિલો ચાંદી રાજકોટ સ્થિત એક વ્યક્તિ દ્વારા ઝડપાઇ 

અમદાવાદ

અમદાવાદના ગીતા મંદિરથી લક્ઝરી બસમાં રાજકોટ તરફ જઈ રહેલા એક શખ્સ પાસેથી કોથળા ભરેલી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર, સ્ટેટ જીએસટીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે.હવે સ્ટેટ જીએસટી વિભાગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે.પરંતુ ચાંદીના જથ્થાનો કોઇએ ક્લેઇમ કરવામાં હજુ સુધી આવ્યો નથી.આ બાતમીના આધારે ગીતા મંદિર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખસને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસે રહેલા કોથળા ભરીની તપાસ કરતા તેમાંથી 100 કિલો ચાંદી મળી આવી હતી.
જીએસટી વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ 80 ટકા જથ્થાના કોઈ બિલ મળ્યા નથી.
પ્રાથમિક તપાસમાં આ ચાંદીના જથ્થા અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા ચાંદીના કુલ જથ્થામાંથી 80 ટકા જથ્થાનું કોઈ પાકું બિલ, હિસાબ કે કાયદેસરના દસ્તાવેજો મળ્યા નથી. આટલી મોટી માત્રામાં ચાંદી પકડાઈ હોવા છતાં, હજુ સુધી કોઈ વેપારીએ આ માલ પોતાનો હોવાનો સત્તાવાર દાવો કર્યો નથી.
હાલમાં ગીતા મંદિરથી પકડાયેલી 100 કિલો થાંદી મામલે સ્ટેટ જીએસટીએ તપાસ શરૂ કરી છે.હવે ઈન્કમ ટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ પણ જાણ કરવામાં આવતા તેમના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ એરપોર્ટ પર એર કાર્ગો દ્વારા ચાંદીના મોટા જથ્થાની શંકાસ્પદ હેરફેર અંગે ગુજરાત ATS ને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, એક ઝડપી અને સંકલિત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઇનપુટ સૂચવે છે કે આશરે ₹5 કરોડની કિંમતની આશરે 180 કિલો ચાંદી રાજકોટ સ્થિત એક વ્યક્તિ દ્વારા મેળવવામાં આવશે.માહિતીની સંવેદનશીલતા અને તાકીદને ધ્યાનમાં રાખીને, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને તાત્કાલિક સતર્ક કરવામાં આવી હતી, જ્યારે ગુજરાત ATS ની એક ટીમ રાજકોટ ગઈ હતી. ત્યારબાદ ગુજરાત ATS અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુપ્ત માહિતીની ચકાસણી કરવા અને તેના પર કાર્યવાહી કરવા માટે સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઓપરેશન દરમિયાન, ઇચ્છિત રીસીવરને અટકાવવામાં આવ્યો હતો અને તેની હાજરીમાં પાર્સલની તપાસ કરવામાં આવી હતી. ચકાસણી પછી, ચાંદીના કન્સાઇન્મેન્ટને લગતા દસ્તાવેજો અધૂરા અને સંભવિત કરચોરીના સંકેત આપતા જણાયા હતા.આ મામલો મુખ્યત્વે GST-સંબંધિત ઉલ્લંઘનોનો હોવાથી, રાજ્ય GST વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તે મુજબ માહિતી આપવામાં આવી હતી. જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, વધુ તપાસ SGST વિભાગને સોંપવામાં આવી છે.આ કામગીરી કાયદા અમલીકરણ અને નિયમનકારી સત્તાવાળાઓ વચ્ચે અસરકારક આંતર-એજન્સી સંકલન અને ત્વરિત કાર્યવાહીનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.

આ ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલી ‘સનરાઈઝ પેઢી’ના વેપારી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ થઈને ફ્લાઈટ મારફ્તે રાજકોટ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.રાજકોટમાં ઝડપાયેલા ચાંદીના કેસની તપાસમાં DRI અને CGST પણ જોડાઈ છે. જો આ જથ્થા અંગે કોઈ સગડ મળશે તો તે અંગે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવશે. હાલ બધી સેન્ટ્રલ એજન્સી અને સ્ટેટ જીએસટી સાવચેત થઈને ઝીણવટભરી તપાસ કરી રહી છે.ઉત્તરપ્રદેશના વારાણસીની સનરાઈઝ પેઢી અને રાજકોટના વેપારી વચ્ચે અગાઉ આવા કેટલા વ્યવહારો થયા છે, બિલિંગ પ્રોસેસ બરાબર થઇ છે કે કેમ અને આ કિંમતી ધાતુના અસલી માલિકો કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *