સફળતાનો આધાર શોર્ટ કર્ટ નથી, ધીરજ,ખંત સાથે જ સફળતાનો માર્ગ સરળ :સચિન તેંડુલકર

Spread the love

ઇવેન્ટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એકેડેમીના સીઇઓ શ્રી ચિરાગ પટેલ અને તેમની અનુભવી ટીમના રમતગમત પ્રત્યેના ઝનૂન અને ડેડિકેશનને બિરદાવ્યું

અમદાવાદ

અમદાવાદમાં યોજાયેલી SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સેલન્સની લોન્ચ ઇવેન્ટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એકેડેમીના સીઇઓ શ્રી ચિરાગ પટેલ અને તેમની અનુભવી ટીમના રમતગમત પ્રત્યેના ઝનૂન અને ડેડિકેશનને બિરદાવ્યું હતું. હાલમાં ગુજરાતના ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યા છે ત્યારે આ વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટના શ્રેષ્ઠ સંચાલન થકી આગામી દિવસોમાં રાજ્યના વધુ ટેલેન્ટેડ યુવા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારશે.સર્વોચ્ચ સિદ્ધિઓ મેળવ્યા બાદ પણ આવું ‘સ્પૉટલેસ’ (ડાઘરહિત) અને સામાન્ય વ્યક્તિત્વ જાળવી રાખવું એ જ જિંદગીનો સૌથી મોટો સંદેશ છે.


સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે આ એકેડમી નવી પેઢીને રમતની સાથે સાથે હકારાત્મક અભિગમ, ઉચ્ચ જીવન મૂલ્યો અને લક્ષ્ય સિદ્ધિ માટે યોગ્ય દિશામાં ધીરજ અને ખંત સાથે મહેનત કરતા શીખવશે. બાળકોને દરેક પરિસ્થિતિમાં કેવી રીતે આગળ વધવું અને પોતાના સપનાંઓ પર કેવી રીતે દ્રઢ વિશ્વાસ રાખવો એ અમારું લક્ષ્ય રહેશે. આપણે જે પણ સ્પોર્ટ્સમાં રસ હોય તે રમવું જોઈએ. અલગ અલગ રમતો અલગ અલગ ગુણો વિકસાવે છે. સફળતાના કોઈ શોર્ટ કર્ટ હોતા નથી, સ્લો અને સ્ટેડી સ્પોર્ટ્સ પર્સન હંમેશા સફળતા મેળવે જ છે. દરેક ખેલાડીની સફળતામાં તેના પરિવાર અને કોચિસ તથા તેના સાથીઓનો બહુ મોટો ફાળો હોય છે.


આઇસીસી ચેરમેન જય શાહે ‘જણાવ્યું હતું કે, જે રીતે વૈશ્વિક સ્તરે ટેનિસમાં રોજર ફેડરર અને રાફેલ નડાલની એકેડેમી જાણીતી છે, તે જ રીતે આ સંસ્થાન પણ સચિન પાજીના માર્ગદર્શનમાં વિશ્વભરમાં ક્રિકેટ ક્ષેત્રે પોતાની અનન્ય ઓળખ ઊભી કરશે. તેમણે બીસીસીઆઈમાં પોતાના કાર્યકાળ દરમિયાન મહિલા અને પુરુષ ક્રિકેટરો માટે ‘ઇક્વલ પે પેરિટી’ (સમાન વેતન) લાગુ કરવાના ઐતિહાસિક નિર્ણયને સચિનજીએ આપેલા પ્રોત્સાહક સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો.

એકેડેમીના સીઇઓ ચિરાગ પટેલે કહ્યું કે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના સપોર્ટથી ભારતભરમાં શરૂ કરાયેલ આ બીજું સત્તાવાર કેન્દ્ર છે, જે નવી મુંબઈના સફળ મોડલ બાદ હવે અમદાવાદમાં આકાર પામ્યું છે. અમદાવાદમાં એસ.જી. હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે, શંકુઝ ફાર્મ ખાતે આશરે ૪૦,૦૦૦ ચોરસ વારના વિશાળ કેમ્પસમાં ફેલાયેલી આ હાઇ-પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ એકેડેમી વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જેમાં પ્રોફેશનલ ક્રિકેટ નેટ્સ, ઇન-હાઉસ મેચ-રેડી ગ્રાઉન્ડ, હાઇ-પર્ફોર્મન્સ જિમ્નેશિયમ અને અદ્યતન રનિંગ ટ્રેક જેવી વૈશ્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડેમી’ અને ‘શંકુઝ ગ્રુપ’ ના સહયોગથી તૈયાર કરાયેલા આ મલ્ટી-સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં ૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના ઉભરતા બાળકો અને યુવા ખેલાડીઓને ટેકનિકલ સ્કિલ, ફિટનેસ અને મેન્ટલ રેઝિલિયન્સનું પ્રોફેશનલ માર્ગદર્શન આપવા માટે ભારતીય ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો મેન્ટર તરીકે સેવા આપશે, જે ગુજરાતમાં રમતગમત સંસ્કૃતિને નવી ઊંચાઈ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *