GJ-૧૮ હવે અમદાવાદને અડવા આવી ગયું છે. ટૂંકાજ વર્ષમાં અમદાવાદને ટચસ્ક્રીન થાય તો નવાઇ નહીં, ત્યારે દબાણો હટાવવા GJ-૧૮ એવી મનપા વાંઝણી પૂરવાર થઇ છે, અગાઉ સેક્ટર-૨૪માં દબાણો હટાવીને હાશકારો માન્યા બાદ દબાણોની સંખ્યામાં તોતીંગ વદારો જાેવા મળી રહ્યો છે. દબાણો હટાવવામાં પણ વ્હાલા દવલાની નીતિ રીતીથી રાજાની ર્કુવંરી દિવસે ન ઉછરે તેવી રાત્રે ઉછરી રહી છે. સે-૨૪માં ફક્તને ફક્ત ટાર્ગેટ કરીને હટાવેલા દબાણો બાદ GJ-૧૮ મનપા એ ક્યારેય કોઇ માખી પણ હટાવી નથી, ત્યારે GJ-૧૮ દબાણકારો માટે એક લાર્જેસ્ટ અને આબાદ શહેર હોય તેવું બની ગયું છે. દબાણવાળી દુકાનો, લાગીગલ્લાની લઇને રોડ, રસ્તા પર ધંધો કરતાં તત્વો ૫૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર જગ્યા સરકારની દંધો કરવા વેચી દેતા હોવાનંુ પણ સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે.
GJ-૧૮ ખાતે લારી ૬૧૦થી વધારે, ગલ્લાના ૪૦૦ થી વધારે અને અન્ય ૩૦૦ જેટલા દબાણોનો સમાવેશ મોટા પાયે થયો છે. સરકારી તંત્ર પાસે ચોક્કસ આંકડો ભલે હોય પણ રોજબરોજ બે દબાણો GJ-૧૮ ખાતે ઉભા થાય છે. GJ-૧૮ એટલે કે ગ્રીનસીટી, વૃક્ષોની નગરી હવે મુંબઇની ઝુપડપટ્ટી ધારાવી એવી અહીયા GJ-૧૮ માં ધારાવીથી લઇને લારી, ગલ્લા, ઝુપડપટ્ટીઓની રેનબસેરા જેવી બની ગઇ છે. દબાણ હટાવવાનો કાર્યક્રમ ફક્ત નક્કી થાય, તે પણ શોભાના ગાંઠીયા સમાન, બાકી ૭ દિવસ દબાણ હટાવ્યા બાદ જે સ્થિતિ હતી તે સ્થિતિ થઇ જાય છે. મીનાબજારથી લઇને અનેક દુકાનો તથા મકાનો કાચા પાકામાં દબાણઓ રોજબરોજ વધતા જાય છે. ત્યારે ચોરીથી લઇને અનેક અનૈતિક કામો માટે ઝુપડા આર્શીવાદરૂપ બન્યા છે. હમણાં જ ચોરીનો જે માલ પકડાયો હતો, તેમાં ટીવી, કોમ્પ્યુટર થી લઇને ઘરની ચીજવસ્તુઓ સે-૧૦ એવા મીનાબજારમાંથી પકડાઇ હતી. ત્યારે દબાણો હટાવવા GJ-૧૮ એવું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને GJ-૧૮ શહેર મનપા દબાણો હટાવવા કરતાં દબાણો વધે તેમ રસ હોયતેમ કોઇ જ દબાણો વિશે કાર્યવાહી કરવામાં નેનૈયો ભણી રહી છે.
GJ-૧૮ ખાતે મનપા દ્વારા બનાવેલા ચીપ ટાઇપની દુકાનોમાં પણ ગેરકાયદે લોકો સરકારી દુકાનોમાં ઘુસીને પાકી દુકાનો બનાવીને ભાડે આપી દીધી છે.ત્યારે શહેરમાં પણ આજ સ્થિતિ છે. દબાણકારો માટે હાલ જાજમ પાથરી હોય તેમ દે ધનાધન દબાણો શરૂ થઇ ગયા છે. ત્યારે હવે GJ-૧૮ ની ધારાવી તરીકે નવી ઓળખ પણ ઉભી થઇ રહી છે. આવલનારા દિવસોમાં આ દબાણો હટાવવા સરકારી તંત્રને નાકે દમ આવી જશે તેમાં બે મત નથી. કરોડોની મૂલ્યાની આ જમીનોમાં દબાણોના રાફડાની વસાહતીઓ ત્રસ્ત થઇ ગયા છે, પણ તંત્ર આ દબાણ કારો સામે ઘુંટણીયે પડી ગયું હોય તેમ કોઇ જ દબાણની કાર્યવાહી કરવામાં રસ દાખવતું નથી, અનેક ફરીયાદો પેન્ડીંગો હોવા છતાં ફરીયાદોના ઢગ ખડકાઇ ગયા છે.