મગર પિતાની નજર સામે પુત્રને ખેંચી ગયા બાદ મૃતદેહ મળતા કલ્પાંત

Spread the love
ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામની સીમમાં નદી કાંઠે હાથ પગ ધોવા ગયેલ પિતાની નજર સામે પુત્રને મગર જડબાંમાં પકડી ઉપાડી ગયાના પાંચ કલાક બાદ પુત્રનો મૃતદેહ સામે કાંઠે મળી આવ્યો હતો. છ બહેનોના એકના એક ભાઈના મૃત્યુ થતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.મૂળ કોડીનાર તાલુકાના ફાફણી ગામના દેવીપૂજક દિનેશભાઈ સોલંકીએ ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામની સીમમાં આંબાના બગીચામાં ફળ વેડવાનો ઇજારો રાખેલ હતો.

પરિવાર સાથે વાડીમાં રહેતા હતાં. આખો દિવસ કેરીના ફળ ઉતારી લીધા હતા અને દીકરો વિવાને (ઉ.વ.૧૩) પણ પિતાને કેરી વીણવા મદદ કરેલ સાંજે બન્ને બાપને દીકરા હરમડીયા અને એભલવડ વચ્ચે પસાર થતી સાંગવાડી નદી કાંઠે હાથ પગ ધોવા ગયેલ અને ધોતા હતા ત્યારે નદીમાં રહેલ વિશાળકાય મગર કાંઠે આવી વિવાનને જડબામાં લઈ નદીના ઐંડા પાણીમાં જવા લાગેલ આ દ્રશ્ય પિતા દિનેશભાઈ જોઈ જતા તેણે પણ દીકરાને મગરના મુખમાંથી બચાવવા કૂદકો મારેલ પરંતુ મગર ઐંડા પાણીમાં ઘૂસી ગયો હતો અને વિવાનને જડબામાં લઈ ફંગોળતો હતો. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતાં પોલીસ અને વન વિભાગનો સ્ટાફ પણ પોહંચી ગયેલ હતો પરંતુ પાંચ કલાક પછી રાત્રે બાર વાગે સામે કાઠે વિવાનનો ફાડી ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. તેમને તુરતં ગીર ગઢડા સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ કરવા લઈ જવામાં આવેલ હતો. દિનેશભાઈને છ દીકરી અને એક દીકરો વિવાન હતો તેમનું મૃત્યુ થતા છ બેનોએ એકને એક ભાઈ ગુમાવેલ છે પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *