અમદાવાદ ની બસ્તી ગેંગને સોપારી આપી પૈસા કઢાવવાનો હવાલો આપનાર બે સુત્રધાર તેમજ આખા શેહેરમાં ચર્ચિત એવા બે શખ્શો અફઝલ લાલભાઈ મનસુરી અને શ્રીફ રસુલ મનસુરી ના અગોતરા જામીન કોર્ટે ના મંજુર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સે -૧૦ માં આવેલા અરણ્ય ભવન પાસે ગત તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ ઘાટ પાડવાના ઈરાદે પહોચેલી ગેંગને LCB ટીમે દબોચી લીધો હતો. ગંભીર ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઝડપાઈ ચુકેલા બસ્તીખાન અને તેના પુત્ર સહીત ત્રણ શખ્શો રેગ્યુલર જામીન પણ ના મંજુર થયા છે.ગાંધીનગર શહેરના ચ-૩ પાસે ગત એપ્રિલ મહિનામાં હથિયાર સાથે ગેંગ પકડાઈ હતી અડાલજ ના દર્શનસિંહ ઉર્ફે ગોપી ચાવડા સાથે ક્રિકેટ સટ્ટાના પૈસાની ઉઘરાણી માટે હુમલો કરી લુંટ કરે તે પહેલા જ ઘાતકી ગેંગ LCB-૨ના ટીમના હાથે ઝડપાઈ ગઈ હતી. તે સમયે પોલીસને આવતી જાેઈ ક્વોલીસ કારમાં ૬ શખ્શો ભાગી ગયા હતા બાકી રહેલા ૧૦ શખ્શોમાં નાશ-ભાગ થતા ૬ જેટલા ઝડપાયા હતા જયારે ૪ જેટલા ફરાર થવામાં સફળ થયા હતા.
આ ગુનામાં મુખ્ય આરોપી એવા બાપની સંપત્તિના મદમાં છકી ગયેલા બે અફઝલ લાલભાઈ મનસુરી અને શરીફ રસુલ મનસુરી નાઓએ આગોતરા જામીન માટે તેમના વકીલ દ્વારા કાર્યવાહી કરી હતી જે આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી બીજી તરફ આ ગુનામાં ઝડપાયેલ બસ્તીખાન ખીલજી તથા તેના સાગરીત ધર્મેશ કેશવભાઈ પાટડીયા, કમલ ઉર્ફે કમલેશ મનુભાઈ વસાવા અને અમદાવાદના ફિરદોશ ઇસ્માઈલભાઈ ખીલજી દ્વારા ગાંધીનગર ના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ કોર્ટના જજ એન.સી.રાવલ ની કોર્ટમાં રેગ્યુલર જામીન માંગવામાં આવતા નામદાર કોર્ટે તેને મંજુર કર્યા છે.આ કેસમાં LCB ની ટીમની ચોકસાઈ પૂર્વક ની કામગીરી તેમજ આ ગુનાની ગંભીરતાને લઈને કેસના કાગળિયાંમાં કોઇપણ પ્રકારની ખામી રહે નહિ તેમજ તેનો લાભ આરોપીઓને મળે નહિ તેવી ચોકસાઈપૂર્વક ની કામગીરી તૈયાર કરીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા પોલીસ અને નામદાર કોર્ટના આકરા વલણથી ગેંગના સભ્યો તેમજ તેઓને બચાવવા પડદા પાછળ આકાઓમાં પણ ફફડાટ ફેલાવા પામ્યો છે આમ આવા ગુનેગારો ગંભીર ઘટનાને અંજામ આપે તે આગાઉથી જ ચપળતા પૂર્વક LCB– ૨PI એચ.પી.ઝાલા સીધી પરિણામલક્ષી દોરવણી થી ટીમે ૬ જેટલા સભ્યોને દબોચી લીધા હતા. જેમાં ગેંગનો મુખ્ય હર્તા-કર્તા એવા બસ્તીખાનના દીકરાનો પણ સમાવેશ થાય છે બસ્તીખાન અને તેને હવાલો આપનાર બંને શખ્શો સહીતના ભાગી છુટવામાં સફળ થયા હતા જાે કે આ ગેંગ તથા તેને સોપારી આપનાર તથા પડદા પાછળના આકાઓની પાછલા બારણે બચાવી લેવાની બુરી મનોકામના નષ્ટ થવા પામી છે.