ખોડલધામના નરેશની નહિ કોઈ રેસ, નિવૃત્તિનો આરામ કર્યો પેશ, અનેક લોકોને લાગી ઠેસ,

Spread the love

રાજકોટમાં ખોડલધામના એક કાર્યક્રમ દરમિયાન ચેરમેન નરેશ પટેલે નિવૃતિને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે. ખોડલધામના દશાબ્દી મહોત્સવને લઈ યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, “આગામી વર્ષ 2027થી મારે આરામ કરવો છે. હવે મારી ટીમ સક્ષમ છે, તેથી હું આરામ લઈ શકું છું.”

નરેશ પટેલે નિવૃતિને લઈને આપ્યા સંકેત

 

નરેશ પટેલના આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. જોકે બાદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, “હું ઘણા વર્ષોથી આરામ લેવાનું વિચારી રહ્યો છું, પરંતુ કેટલાક કારણોસર અત્યાર સુધી આરામ લઈ શકતો નહોતો.”

 

નવી પેઢીને તક આપવાનો આપ્યો સંદેશ

 

ખોડલધામના આગામી ચેરમેન કોણ હશે તે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં નરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મારો પરિવાર ખોડલધામમાં ક્યારેય મારી જગ્યા નહીં લે.” તેમના આ નિવેદનને સંગઠનમાં પારદર્શક નેતૃત્વ અને નવી પેઢીને તક આપવાના સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે ખોડલધામને જાન્યુઆરી 2027માં 10 વર્ષ પૂર્ણ થવાના છે. આ નિમિત્તે 19, 20 અને 21 જાન્યુઆરી 2027 દરમિયાન દશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવને લઈને રથયાત્રાનું પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ નરેશ પટેલે પોતાના નિવૃતિના સંકેતો આપતા સૌનું ધ્યાન ખેંચ્યું છે.

 

પાટીદાર સમાજમાં વિવિધ ચર્ચાઓ શરૂ

 

નરેશ પટેલના નિવેદન બાદ ખોડલધામ સાથે જોડાયેલા આગેવાનો અને પાટીદાર સમાજમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી ખોડલધામને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં નરેશ પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સામાજિક સેવા, શિક્ષણ અને યુવાનોને પ્રોત્સાહન આપવાના અનેક પ્રકલ્પો દ્વારા ખોડલધામે વિશેષ સ્થાન મેળવ્યું છે. હવે 2027 બાદ સંસ્થાનું નેતૃત્વ કોણ સંભાળશે અને આગામી દિશા શું રહેશે તે મુદ્દે સૌની નજર ટકેલી છે.

 

સત્તા મેળવવા માટે કુલ 72 બેઠકોમાંથી 37 બેઠકો જીતવી જરૂરી હોય છે. જેને સ્પષ્ટ બહુમતનો આંકડો માનવામાં આવે છે. આ આંકડો પાર કરનાર પક્ષ સરળતાથી શાસન બનાવી શકે છે. બપોર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપે આ બહુમતનો આંકડો સરળતાથી પાર કરી લીધો છે. શરૂઆતના રાઉન્ડથી જ ભાજપને આગળ વધતો ટ્રેન્ડ મળ્યો હતો. જેના કારણે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ફરી એકવાર સત્તા જાળવી રાખશે. ભાજપે 53 બેઠકો પર વિજય મેળવીને માત્ર બહુમત જ નહીં પરંતુ 37ના આંકડાથી ઘણો આગળ જઈ મજબૂત સ્થિતિ બનાવી છે.

 

7 બેઠકો પર કોંગ્રેસની જીત

 

જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતુ. જેનો ફાયદો ભાજપ નહી પરંતુ કોંગ્રેસને થયો છે. જે વિસ્તારમાં ડિમોલેશન થયું તે વિસ્તારમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

 

રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર

 

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હાર્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પારિવારિક સંબંધોની સાથે નણંદ-ભાભીનો રાજકીય જંગ પણ જોવા મળ્યો હતો. રાજકોટ-વોર્ડ નંબર 2માં કોંગ્રેસની હાર થઈ છે.વોર્ડ નંબર 2માં ભાજપની જીત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *