7283b35a-3dfe-4fe6-9bc7-109648750f79
કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ વિડિયો
સ્ટેશન સુધી આવવા માટે નો રોડ પણ એલિવેટેડ બનશે જેમાં શાહપુરથી સ્ટેશન સુધીનો પણ રહેશે જે અંગે આજે ગુજરાતના મુખ્યમંત્રી સાથે આ અંગે આગળ ચર્ચા કરીશ : આગામી વર્ષે સુરત થી બીલીમોરા નું આગળના સેકશન નો આરંભ કરીશું .ત્યાબાદ વાપી થી સુરત અને વાપી થી અમદાવાદ થી થાણે અને મુંબઈ પૂર્ણ કરીશું . આ રીતે ફેઝ ટુ ફેઝ ૨૦૨૯ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરીશું .ગુજરાત ક્ષેત્રમાં આ ૮૦ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું : અશ્વિની વૈષ્ણવ
અમદાવાદ
કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતના અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન મુખ્ય માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની વિગત જણાવી હતી અને કહ્યું કે સ્ટેશન ૧૬ માળનું બની રહ્યું છે જેમાં ૮ માળ બની ચૂક્યા છે.સ્ટેશન સુધી આવવા માટે નો રોડ પણ એલિવેટેડ બનશે જેમાં શાહપુરથી સ્ટેશન સુધીનો પણ રહેશે જે અંગે આજે ગુજરાતના મુખ્યમંત્રી સાથે આ અંગે આગળ ચર્ચા કરીશ .વર્લ્ડનું બેસ્ટ સ્ટેશન બનશે .અસારવા રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે માસ્ટર પ્લાન, જે મુસાફરોની સુવિધાઓમાં વધારો અને શહેરી જોડાણમાં સુધારો કરશે. અમદાવાદની આસપાસ કનેક્ટિવિટી સુધારવા માટેની યોજનાઓની ચર્ચા કરવામાં આવી છે, જેમાં શાહપુર સુધી વધુ સારી પહોંચ અને મુસાફરોની અવરજવરને સરળ બનાવવા માટે સાબરમતી સ્ટેશન રોડનું વિસ્તરણનો સમાવેશ થાય છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે, બાંધકામ આગળ વધતાં પ્રથમ ઓપરેશનલ સેક્શનનું તબક્કાવાર ઉદ્ઘાટન થશે.
અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું કે આગામી વર્ષે સુરત થી બીલીમોરા નું આગળના સેકશન નો આરંભ કરીશું .ત્યાબાદ વાપી થી સુરત અને વાપી થી અમદાવાદ થી થાણે અને મુંબઈ પૂર્ણ કરીશું . આ રીતે ફેઝ ટુ ફેઝ ૨૦૨૯ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરીશું .ગુજરાત ક્ષેત્રમાં આ ૮૦ ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
સાણંદમાં ભારતના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટ ‘CG સેમી OSAT’નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે, જે દેશની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.અમદાવાદમાં ઓમનગર અંડરપાસ આગામી નવરાત્રિ ઉત્સવ પહેલા પૂર્ણ કરવામાં આવશે, જેમાં અધિકારીઓને બાકીનું કામ ઝડપી બનાવવા નિર્દેશ આપવામાં આવશે.

