સિંહ સિંહ જ રહે, કૂતરો નહીં! પાલતુ સમજવાની ભૂલ નડી, 25 જ દિવસમાં 7 લોકોને ફાડી ખાધા!

Spread the love

કુદરતના નિયમો સાથે ચેડાં કરનારો માનવી ભૂલી ગયો હતો કે ગીરનો રાજા પાલતુ નથી, પ્રકૃતિનું સૌથી ઘાતક હથિયાર છે. છેલ્લા કેટલાક સમયથી ગીરમાં સિંહોની પજવણી અને તેમની સાથે કૂતરા જેવો નફ્ફટ વ્યવહાર કરવાના કિસ્સાઓ વાયરલ થતા હતા. પણ સિંહે ૨૫ દિવસમાં ૭ માનવ જિંદગીઓનો શિકાર કરીને માણસના અહંકારને ધૂળ ચાટતો કરી દીધો છે. જે સિંહને લોકો ‘રમકડું’ સમજતા હતા, આજે તેના જ ખોફથી આખું જૂનાગઢ અને ગીર ધ્રૂજી રહ્યું છે.ગીરના રાજા વનરાજે પોતાનું અસલી સ્વરૂપ બતાવી દીધું! રીલના રવાડે ચડેલા જે લોકો સિંહને પાળેલા કૂતરાની જેમ ટ્રીટ કરતા હતા, તેમની સામે સિંહે સાબિત કર્યું છે કે સિંહત્વ ક્યારેય મરતું નથી. ૨૫ દિવસમાં ૭ લોકોનો શિકાર કરીને વનરાજે માનવ વસ્તીમાં કાળો કેર વર્તાવ્યો છે. સિંહના આ આક્રોશ સામે તંત્ર લાચાર છે.

 

ગીરનું વિશાળ જંગલ, દૂર દૂર સુધી પથરાયેલી હરિયાળી અને આ ધરતીનો સૌથી ગૌરવશાળી મહેમાન એટલે એશિયાટિક લાયન. એક એવો સાવજ, જે ગુજરાતની આન-બાન-શાન અને દેશનું અભિમાન છે પણ હવે એક સવાલ સતત ચર્ચાઈ રહ્યો છે શું ગીરનું જંગલ સિંહ માટે નાનું પડી રહ્યું છે? શું સિંહ વધુ આક્રમક બની રહ્યો છે? કે પછી માણસ જ સાવજની સીમા ઓળંગી રહ્યો છે?

 

ગીરનો આ શાંત રાજા હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે?. માત્ર એક મહિનામાં સિંહના હુમલાની 8 ઘટનાઓ બની છે અને આ હુમલામાં 7 નિર્દોષ લોકોના મોત થયા છે. શું સિંહ ખરેખર માનવભક્ષી બની રહ્યો છે? કે પછી સિંહના નામે ચાલતો ગેરકાયદેસર કાળો કારોબાર અને માણસની પજવણી આ મોતના તાંડવ પાછળ જવાબદાર છે?.

 

વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ સભ્યના મતે, વર્ષ 2000થી સિંહોએ માનવ વસાહત તરફ સ્થળાંતર શરૂ કર્યું છે. આજે 1500થી વધુ ગામડાઓમાં સિંહ વસે છે. પાંચ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો વિસ્તાર 5 હજાર ચોરસ કિલોમીટર છે, પણ સિંહોનું સામ્રાજ્ય 35 હજાર ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલું છે. પણ મોટો લોચો ક્યાં છે ખબર છે? અંટાળિયામાં જ્યાં હુમલો થયો, તે રેવન્યુ વિસ્તાર છે. વન વિભાગ પાસે અહીં કોઈ કાયદાકીય પાવર જ નથી. બધી સત્તા કલેક્ટર અને પોલીસ પાસે છે, અને વન વિભાગ માત્ર વચમાં પીસાઈ રહ્યું છે…ગીરના રાજા વનરાજે પોતાનું અસલી સ્વરૂપ બતાવી દીધું! રીલના રવાડે ચડેલા જે લોકો સિંહને પાળેલા કૂતરાની જેમ ટ્રીટ કરતા હતા, તેમની સામે સિંહે સાબિત કર્યું છે કે સિંહત્વ ક્યારેય મરતું નથી. ૨૫ દિવસમાં ૭ લોકોનો શિકાર કરીને વનરાજે માનવ વસ્તીમાં કાળો કેર વર્તાવ્યો છે. સિંહના આ આક્રોશ સામે તંત્ર લાચાર છે.

 

ગીરનું વિશાળ જંગલ, દૂર દૂર સુધી પથરાયેલી હરિયાળી અને આ ધરતીનો સૌથી ગૌરવશાળી મહેમાન એટલે એશિયાટિક લાયન. એક એવો સાવજ, જે ગુજરાતની આન-બાન-શાન અને દેશનું અભિમાન છે પણ હવે એક સવાલ સતત ચર્ચાઈ રહ્યો છે શું ગીરનું જંગલ સિંહ માટે નાનું પડી રહ્યું છે? શું સિંહ વધુ આક્રમક બની રહ્યો છે? કે પછી માણસ જ સાવજની સીમા ઓળંગી રહ્યો છે?

 

ગીરનો આ શાંત રાજા હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે?. માત્ર એક મહિનામાં સિંહના હુમલાની 8 ઘટનાઓ બની છે અને આ હુમલામાંગીરમાં ગેરકાયદેસર લાયન શો ચલાવતા માફિયાઓ સામે વન વિભાગ માત્ર 10થી 20 હજાર રૂપિયાનો નજીવો દંડ ફટકારીને સંતોષ માની લે છે. જે માફિયાઓ એક રાતમાં આનાથી બમણી કમાણી કરે છે, તેમને આવા દંડનો શું ડર?. કાયદામાં જેલની કડક સજાની જોગવાઈ કેમ નથી થતી?. યાદ રાખો, 12 ઓક્ટોબર સુધી સિંહનો મેટિંગ પિરિયડ છે, એટલે જ પ્રવાસીઓ માટે જંગલ બંધ રખાય છે. આ સમયે સિંહના શરીરમાં હોર્મોન્સ બદલાય છે અને તેઓ અત્યંત એગ્રેસિવ એટલે કે ગુસ્સામાં હોય છે. તેઓ મનુષ્યનો શિકાર નથી કરતા, પણ પજવણી થાય ત્યારે જીવલેણ હુમલો કરે છે.

 

12 ઓક્ટોબર સુધી સિંહનો મેટિંગ પિરિયડ છે

હવે જરા આ ડેથ-ટાઇમલાઇન પણ જોઈ લો 12 જૂને ઘંટિયાળમાં 7 વર્ષના બાળકનું મોત, 15 જૂને જૂના સાવરમાં મોત, 16 જૂને કોવાયામાં 29 વર્ષના પ્રકાશચંદ્રનું મોત, 17 જૂને ગઢડામાં નાગજી ગુજરિયાનું મોત, 24 જૂને ચતુરીમાં 5 વર્ષના બાળકનું મોત, 6 જુલાઈએ ઠવીમાં રાજુ વાઘેલા પર હુમલો… અને 9 જુલાઈએ અંટાળિયામાં સોહીલ મેમણનું મોત. અને આજે એક 12 વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહનું મોત થયું છે. આ આંકડા આક્રમક થયેલા સિંહની સાક્ષી પૂરી રહ્યા છે…

 

માનવભક્ષી બન્યા છે સિંહ?

 

12 જૂને ઘંટિયાળમાં 7 વર્ષના બાળકનું મોત

15 જૂને જૂનાસાવરમાં મોત

16 જૂને કોવાયામાં 29 વર્ષના પ્રકાશચંદ્રનું મોત

17 જૂને ગઢડામાં નાગજી ગુજરિયાનું મોત

24 જૂને ચતુરીમાં 5 વર્ષના બાળકનું મોત

6 જુલાઈએ ઠવીમાં રાજુ વાઘેલા પર હુમલો

9 જુલાઈએ અંટાળિયામાં સોહીલ મેમણનું મોત

11 જુલાઈ ગીરનાર પર મયુરસિંહ મહેન્દ્રસિંહનું મોત

ચાર જિલ્લાઓમાં ફેલાયેલું આશરે 1400 ચોરસ કિલોમીટરનું આ જંગલ 1972માં વન્યજીવ રિઝર્વ બન્યું. આઝાદી પછી જ્યારે દેશ ફેક્ટરીઓ અને મેડિકલ-એન્જિનિયરિંગની સ્થાપનામાં વ્યસ્ત હતો, ત્યારે એક મોટો પડકાર વિલુપ્ત થતા સિંહોને બચાવવાનો હતો. 1960ના દાયકામાં જે સિંહોની સંખ્યા માત્ર 25થી 30 પર સમેટાવાની અણી પર હતી, તેમને આ ગિરે નવું જીવન આપ્યું….

 

ગિરની વિશેષતા એ છે કે અહીં સિંહ કોઈ પાંજરામાં કે કેદમાં નથી. પહાડો અને ઘાસના મેદાનોમાં તે રાજાની જેમ મુક્ત શિકાર અને પ્રજનન કરે છે. આ જંગલની વચ્ચે પેઢીઓથી વસે છે માલધારીઓ. એક એવો અદભુત તાલમેલ જ્યાં સિંહ માલધારીથી નથી ડરતો અને માલધારી સિંહથી નથી ગભરાતો. પ્રકૃતિ અને મનુષ્યની સહજીવનની આ અનોખી મિસાલ છે.

 

પણ આજે આ તાલમેલ તૂટી રહ્યો છે.ગિરમાં સિંહોની વસ્તી વધીને હવે 900ને પાર પહોંચી ગઈ છે, જેના કારણે સિંહો માટે ટેરેટરી એટલે કે તેમનો પોતાનો વિસ્તાર નાનો પડી રહ્યો છે. પરિણામે જંગલની અંદર સિંહો વચ્ચે લોહિયાળ આપસી સંઘર્ષ વધ્યો છે. નિષ્ણાંતોના મતે, આ જંગલી સંઘર્ષ, સતત તણાવ અને બેબિસિયા નામના જીવલેણ રોગના કારણે સિંહોમાં ચિડચિડાપણું વધી રહ્યું છે. અને આ જ ચિડાયેલા સિંહ જ્યારે ગભરાહટમાં જંગલ બહાર નીકળે છે, ત્યારે માણસ પર હુમલો કરી બેસે છે. 7 નિર્દોષ લોકોના મોત થયા છે. શું સિંહ ખરેખર માનવભક્ષી બની રહ્યો છે? કે પછી સિંહના નામે ચાલતો ગેરકાયદેસર કાળો કારોબાર અને માણસની પજવણી આ મોતના તાંડવ પાછળ જવાબદાર છે?.

 

વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ સભ્યના મતે, વર્ષ 2000થી સિંહોએ માનવ વસાહત તરફ સ્થળાંતર શરૂ કર્યું છે. આજે 1500થી વધુ ગામડાઓમાં સિંહ વસે છે. પાંચ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો વિસ્તાર 5 હજાર ચોરસ કિલોમીટર છે, પણ સિંહોનું સામ્રાજ્ય 35 હજાર ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલું છે. પણ મોટો લોચો ક્યાં છે ખબર છે? અંટાળિયામાં જ્યાં હુમલો થયો, તે રેવન્યુ વિસ્તાર છે. વન વિભાગ પાસે અહીં કોઈ કાયદાકીય પાવર જ નથી. બધી સત્તા કલેક્ટર અને પોલીસ પાસે છે, અને વન વિભાગ માત્ર વચમાં પીસાઈ રહ્યું છે…પરિસ્થિતિ અને બદલાતા હવામાનની સીધી અસર સિંહોની સાયકોલોજી પર પડી છે. વન વિભાગ માટે હવે પડકાર માત્ર સિંહોને બચાવવાનો નથી, પણ સિંહ અને માણસ વચ્ચેના એ સદીઓ જૂના ભરોસાને પણ બચાવવાનો છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય, તો એશિયાટિક લાયનનું આ આખરી ઘર વિવાદોના વંટોળમાં હોમાઈ જશે.

 

જંગલના કાયદાની મજાક ઉડાવનારાઓ હવે સુધરી જાવ, નહીંતર આગામી દિવસોમાં આ મોતના આંકડા હજુ વધશે. સિંહને પજવવાનું બંધ કરો, અને વન વિભાગ ભ્રષ્ટ તત્વો સામે માત્ર દંડ નહિ, જેલના સળિયા પાછળ ધકેલવાની કડકાઈ બતાવે. નહીંતર એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાત પોતાની આ વૈશ્વિક શાન ગુમાવી બેસશે. ગૌરવ રાખો, ઘેલછા નહીં..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *