કોરોના કાળમાં સુરતમાં ઓક્સીજન સપ્લાય ૯૦% ઇન્ડસ્ટ્રીયલ, ૧૦% મેડીકલ માટે વપરાતો જે મેડીકલમાં સીફ્ટ થતાં ઇન્સ્ટ્રીનો આભાર માનતા ધવલ પટેલ

Spread the love

          GJ-18 ખાતે નવા નિયુક્ત કમિશ્નર તરીકે ધવલ પટેલ આજે સંભાળી લીધો છે. પણ પોતે ૯ તારીખ સુધી રજા ઉપર છે. ત્યારે તેમનો પરીવાર, ઘર ટ્રાંન્સફર, કરવા પોતે સુરત ગયા હોઇ અને સુરતવાલીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરતના કલેક્ટર તરીકે ફરજ બજાવતાં ધવલ પટેલ કોરોનાની મહામારીમાંજે કામ કર્યું હતું. તે સરાહનીય હતું. ત્યારે તેમનો વિદાય સમારંભ ગઇ કાલે યોજાયેલ જેમાં ધવલ પટેલ પણ પ્રતિક્રિયા આપી હતી. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગયા મહીને ૧૯ જૂને એક સાથે ૭૭ IAS અધિકારીઓની બદલી થઇ હતી. કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડ્યા બાદ આ પહેલી બદલી હતી. આ બદલીમાં એક નામ સુરતના કલેકટર ડો.ધવલ પટેલનું નામ પણ સામેલ હતું. ડો. ધવલ પટેલની ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી થઇ છે.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરતના સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે સુરતથી ગાંધીનગર બદલી પામેલા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલનો વિદાય સમારંભ તેમજ સુરતના નવનિયુકત કલેક્ટર આયુષ ઓકનો આવકાર સમારંભ યોજાયો હતો. આ વિદાય સમાંરભમાં ડો.ધવલ પટેલે પોતાના કાર્યકાળ સમયની કેટલીક વાતો અને પ્રસંગો શેર કર્યા હતા.ડો.ધવલ પટેલએ જણાવ્યું હતું કે કોવિડની સેકન્ડ વેવમાં ઓક્સિજન ક્રાઇસિસનો સમય ખૂબ જ અઘરો હતો. સુરતમાં ઓક્સિજનની કામગીરી સાથે જાેડાયેલા ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટરે રાત-દિવસ જાેયા વગર અદભુત કામગીરી કરી હતી.સુરતમાં ૯૦ ટકા ઓક્સિજન ઇન્ડસ્ટ્રીયલ એક્ટીવીટી માટે અને ૧૦ ટકા મેડીકલ માટે વપરાતો હતો, પરંતુ બધાએ ઇન્ડસ્ટ્રીયલ એક્ટીવીટી માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજનને મેડીકલમાં શીફટ કર્યો હતો. એના માટે તેમણે ઓક્સિજનની સાથે જાેડાયેલી ઇન્ડસ્ટ્રીનો આભાર માન્યો હતો.
બાંધકામ ઉદ્યોગનો ઉલ્લેખ કરતા તેમણે કહયું કે લોકડાઉન દરમ્યાન તમામ ઇન્ડસ્ટ્રીએ તેમના કારીગરો માટે જમવાની તેમજ રહેવાની ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરી હતી.સ્વાગત પ્રવચનમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની પ્રથમ લહેરમાં એકસપોર્ટ બંધ હતું ત્યારે કલેકટર ધવલ પટેલ એ તેમની સમજશક્તિથી ડાયમંડના એક્સપોર્ટ માટે મંજૂરી આપી હતી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડનું એક્સપોર્ટ કરી શકી હતી.
તે સમયે મુંબઇમાં ટ્રેડીંગ બિઝનેસ બંધ હતું ત્યારે ઉદ્યોગ-ધંધાને થતી વિપરીત અસર ટાળવા માટે તેમણે મુંબઇથી આવવા જવા માટેની મંજૂરી આપી દીધી હતી. કોરોનાકાળ કે લોકડાઉન દરમ્યાન કોઇપણ સમસ્યા ઉભી થઇ હોય તેના નિવારણ માટે તેમના તરફથી ચેમ્બર તથા સમગ્ર ઇન્ડસ્ટ્રીને તુરંત જ પ્રતિભાવ મળ્યો હતો.
સમારંભમાં ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ કેતન દેસાઇ, ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ, ક્રેડાઇના ભૂતપૂર્વ ચેરમેન સુરેશ પટેલ અને સુરત ડાયમંડ એસોસીએશનના સેક્રેટરી દામજીભાઇ માવાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના માનદ મંત્રી નિખિલ મદ્રાસીએ સમારંભનું સમગ્ર સંચાલન સુપેરે પાર પાડયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com