સામુદ્રધુની (Strait of Hormuz) ને ‘આગામી આદેશ સુધી’ બંધ કરીને એક એવો ‘ઈકોનોમિક બોમ્બ’ ફોડ્યો છે, જે પરમાણુ વિસ્ફોટ વગર દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓને હચમચાવી શકે છે. તેલ પુરવઠાના આ મુખ્ય માર્ગ પરના ઈરાનના આ નિયંત્રણે વૈશ્વિક સ્તરે મોંઘવારી અને આર્થિક મંદી (Economic Recession) નો ખતરો વધારી દીધો છે.હોર્મુઝ ની સામુદ્રધુની એ વિશ્વના તેલ વેપારની જીવનરેખા છે. આ સાંકડા જળમાર્ગમાંથી દરરોજ વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20% હિસ્સો અને દરિયાઈ તેલ વ્યાપારનો 33% હિસ્સો પસાર થાય છે. યુ.એસ. એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના અહેવાલો મુજબ, આ માર્ગ દ્વારા માત્ર તેલ જ નહીં, પરંતુ એલએનજી (LNG) નો પણ મોટો જથ્થો સપ્લાય થાય છે. ઈરાને આ માર્ગને બ્લોક કરીને સાબિત કરી દીધું છે કે પરમાણુ કાર્યક્રમ (Nuclear Program) વગર પણ તે વૈશ્વિક અર્થતંત્રને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે.
Iran’s Economic Bomb – ભારત પર શું પડશે અસર?
આ સંકટની સૌથી સીધી અને મોટી અસર ભારત પર પડવાની શક્યતા છે. ભારત પોતાની કુલ જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઈલ અને 50% એલએનજી આયાત કરે છે, જેનો મોટો હિસ્સો હોર્મુઝ દ્વારા આવે છે. આ રસ્તો બંધ રહેવાથી માત્ર પેટ્રોલ-ડીઝલના ભાવ જ નહીં વધે, પરંતુ આયાત થતા ખાતરો (Fertilizers) અને પાયાની ખાદ્ય સામગ્રીના ભાવમાં પણ મોટો ઉછાળો આવશે. ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના મતે, આ પરિસ્થિતિ ભારતના જીડીપી (GDP) અને સામાન્ય પરિવારોના બજેટ પર ભારે દબાણ લાવશે.
નિષ્ણાતોના મતે, આ ‘ઈકોનોમિક બોમ્બ’ ની તબાહીનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહે છે, તો વર્ષ 2026 માં વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર 1.9% સુધી ગગડી શકે છે, જે આર્થિક મંદીની નિશાની છે. ઈરાન પોતે પણ આના કારણે આર્થિક નુકસાન સહન કરી રહ્યું છે, પરંતુ તે માને છે કે દુશ્મન દેશોને થતું નુકસાન તેના પોતાના નુકસાન કરતાં અનેકગણું મોટું છે. હવે તમામ દેશોની નજર અમેરિકા અને ઈરાન વચ્ચેના કૂટનીતિક સમાધાન (Diplomatic Settlement) પર ટકેલી છે, કારણ કે આ રસ્તો ખુલવો જ વૈશ્વિક સ્થિરતા માટે એકમાત્ર વિકલ્પ છે.
