હોર્મુઝમાં છંછેડ્યા તો છોડીશું નહીં: ભારતે આજે ઈરાનને ખખડાવી નાખ્યું, અમેરિકાને આ રીતે કહી દીધું હતું

Spread the love

હોર્મુઝમાં અમેરિકા અને ઈરાનની જંગ હવે સંપૂર્ણપણે આઉટ ઓફ કંટ્રોલ થઈ ચૂકી છે. તેલના આ રસ્તેથી પસાર થવાનું સીધું મોતના મુખમાં જવા જેવું છે. આ દુશ્મનીમાં નિર્દોષ ભારતીય નાવિકો પિસાઈ રહ્યા છે. કેમ કે દુનિયાભરના મર્ચન્ટ જેવી વર્કફોર્સમાં લગભગ 10 ટકાથી 17 ટકા ભાગીદારી એકલા ભારતીયોની છે. આ જ કારણ છે કે હોર્મુઝમાં જ્યારે પણ કોઈ હુમલો થાય છે, તો ત્યાં ભારતીય જરૂર ફસાઈ જાય છે.જો કે, પોતાના લોકો પર આંચ આવે તે વાત ભારત ક્યારેય સાંખી નહીં લે. પોતાના નાગરિકોની સુરક્ષા માટે ભારતે જેવું હાલમાં જ ઈરાનને કડક અંદાજમાં ખખડાવી નાખ્યું, ઠીક એવું જ અમેરિકાને પણ ખરીખોટી સંભળાવવામાં પાછીપાની નથી કરી.

 

ભારતે ઈરાનના ડેપ્યુટી ચીફને બોલાવ્યા

 

કોઈ દેશના રાજદ્વારીને જાહેરમાં બોલાવવાનો મતલબ આ દેશની સીધી અને કડક ચેતવણી આપવાનો છે. મંગળવારે જ્યારે ઈરાનની ક્રૂઝ મિસાઈલોએ યૂએઈના બે તેલ ટેન્કરો પર હુમલો કર્યો અને તેમાં એક ભારતીય નાવિકનું મોત થઈ ગયું તો ભારત સરકારે જરાં પણ મોડું કર્યા વિના એક્શન લીધી.

 

વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં રહેલા ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જવાદ હોસૌનીને તરત બોલાવ્યા. આ મુલાકાત કોઈ બંધ રૂમમાં નહોતી થઈ. પણ તેને જાણી જોઈને પુલ પબ્લિક વ્યૂમાં રાખવામાં આવી હતી. જ્યારે ઈરાની રાજદ્વારી વિદેશ મંત્રાલયની ઓફિસે પહોંચ્યા તો ત્યાં ટીવી ન્યૂઝ કેમેરાની ભારે ભીડ હતી, જે ભારતના ગુસ્સાને સીધા તેહરાન સુધી લાઈવ પહોંચાડી રહ્યા હતા.

 

વિદેશ મંત્રાલયના પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન ડિવિઝનના જોઈન્ટ સેક્રેટરી આનંદ પ્રકાશે હોસૈનીની સામે ખૂબ જ કડક શબ્દોમાં ભારતનો આકરો વિરોધ નોંધાવ્યો અને સ્પષ્ટ કહી દીધું કે અમારા નાવિકો પર આ રીતે બર્બરતા કોઈ પણ કિંમત પર સાંખી લેવામાં નહીં આવે.

 

અમેરિકાને પણ સબક શીખવાડી દીધો

 

ભારતની આ ડિપ્લોમેસીની ચપેટમાં ગત મહિને અમેરિકા પણ આવી ચૂક્યું છે. જૂન 2026માં જ્યારે અમેરિકી નૌસેનાએ ઓમાનની ખાડીમાં કોમર્શિયલ જહાજો પર હવાઈ હુમલા કર્યા હતા અને તેમાં ત્રણ ભારતીય નાવિકોનો જીવ ગયા હતા. ત્યારે પણ નવી દિલ્હીએ કડક વલણ અપનાવ્યું હતું. ભારતે ત્યારે દિલ્હીમાં રહેલા અમેરિકી દૂતાવાસના સીનિયર રાજદ્વારી જેસન મીક્સને એક નહીં પણ બે બે વાર સમન મોકલી વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા.

 

વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી નાગરાજ નાયડૂએ જેસન મીક્સને કડક અંદાજમાં કહ્યું હતું કે સિવિલિયન શિપિંગ અને નાવિકો પર ઘાતક હથિયારોનો ઉપયોગ તરત બંધ થવો જોઈએ. ભારતે આ પ્રકારના હુમલા પર કડક વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે, આ હરકત જરાં પણ સાંખી લેવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *