સરકારી નોકરીના ઇન્ટરવ્યૂમાં અસફળ ઉમેદવાર માટે નોકરીનો ઉત્તમ ‘અવસર’, GPSCની નવી પહેલ

Spread the love

સરકારી નોકરીની તૈયારી કરનાર ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા પરંતુ તેજસ્વી હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તક ઉભી થાય તે માટે ‘અવસર’ મોડ્યૂલ વિકસાવ્યું છે. ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

 

GPSCના સચિવ સુધીર પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા ઉતીર્ણ કરીને ઈન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે.એટલે કે તે ઉમેદવારો ભલે અસફળ રહ્યા પણ તે તેજસ્વી જરૂર હોય છે. આવા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે આ અવસર મોડ્યૂલ વિકસાવ્યું છે.

 

આ મોડ્યૂલની પૂર્વભૂમિકા આપતા સુધીર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારત સરકારના જાહેર સાહસો, ખાનગી કંપનીઓ, સહકારી સંસ્થાઓ વગેરેમાં રોજગારીના અવસર મળે તથા આવી સંસ્થાઓને મહેનતુ, તેજસ્વી, ખંતીલા ઉમેદવારોનું માનવ સંસાધન ઉપ્લબ્ધ બને તે હેતુથી ગુજરાત જાહેર સેવા આયોગે ભરતી પ્રક્રિયાના આખરી પરિણામોમાં અસફળ રહેલા અને પ્રતીક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવરાનો વિવિધ માન્ય સરકારી ક્ષેત્રો, જાહેર સાહસો તેમ જ પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓમાં રોજગારીની વૈકલ્પિક અને ઉત્કૃષ્ટ તક સરળતાથી મળી રહે તે માટે આયોગ એક મધ્યસ્થીની ભૂમિકા ભજવશે.

 

તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની પૂર્વ સંમતિ અનિવાર્ય છે. જે ઉમેદવારો પોતાની વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ અને શૈક્ષણિક લાયકાત સંબંધિત સંસ્થાઓ સાથે શેર કરવા માંગતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *