GJ-18 ખાતે હાલ મનપા વહીવટ સંભાળી રહી છે ત્યારે દરેક સેક્ટરમાં અને મોટાભાગે શોપિંગ મોલોથી લઈને કોમર્શિયલ એરિયામાં પણ ફૂટપાથો નગરજનોને ચાલવા માટે બનાવવામાં આવી છે. આ ફૂટપાથો પર શ્રમજીવીઓએ કબજાે જમાવી દીધો છે અને ત્યારે સવારે વોકીંગ કરવાં જતાં નગરજનોએ મજબૂરીમાં મુખ્ય રોડ પર ચાલવું પડે છે. ત્યારે એક્સિડન્ટનું મોટું જાેખમ ઊભું થઈ શકે છે ને જે ફૂટપાથો બનાવવામાં આવ્યા છે એ એટલાં માટે કે રાહદારી ચાલી શકે ત્યારે શ્રમજીવીઓએ ઘ- રોડના પથિકાશ્રમથી લઈને મીનાબજાર થી માંડીને દરેક ધંધાર્થીઓએ પણ કબજાે કરી દીધો છે. રનિધણી વગરનું GJ-18 થઈ ગયું છે. દબાણની વાત કરીયે તો ૪ થી ૫ તંત્રની કચેરીઓ એકબીજા ઉપર ખો આપી રહી છે ત્યારે નગરજનો કરોડોનો ટેક્સ ભરવા છતાં નગરજનો માટે ફૂટપાથ બનાવેલ હોવા છતાં તેનો ઉપયોગ નગરજનોને કરવા મળતો નથી અને શ્રમજીવીઓ તમામ મોટાભાગની જગ્યાએ જમાવડો કરીને બેઠાં છે ત્યારે એકGJ-18 હૈ નામાંકીત હોટેલ એવી સે-૧૧ (કોમર્શિયલ) વિસ્તારમાં આવેલી છે જે જૂની ને હોટેલ તરીકે તેની નામનાં છે. તે હોટેલનાં મેઈનગેટ પાસે પણ શ્રમજીવીઓ રાતે સૂવાના ખાટલા નાખીને મસ્ત સૂઇ જાય છે ત્યારે આ હોટેલની અંદર રહેવું હોય તો તગડું ભાડું ને બહાર રહેવું હોય તો મફત જેવો ઘાટ ઘડાયો છે ત્યારે કાદર ખાન અને ગોવિંદાની કોમેડી ફિલ્મ અને હોટેલની બહાર ઝુંપડી જેવો ધાબા શરૂ કરીને રહેવાના રાતે ખાટલા પાથરી દીધાં હોય તેવું લાગી રહ્યું છે.
સે-૧૧ એવી નામાંકીત (હોટેલ હવેલી) અને હાલ ફોરચ્યુંન નામથી પ્રચલિત હોટેલની બહાર પણ ઝૂંપડાવાસીઓએ ગેટની બહાર ફૂટપાથ પર અડિંગો જમાવી દીધો છે. ત્યારે હાથ પગથી લઈને મો પણ ત્યાં ધોવાનું, સૂવાનું પણ ત્યાં ત્યારે અહીંયા અનેક બહારગામથી આવતા ગ્રાહકો, ટૂરિસ્ટો પર તેની અસર વિપરીત થઈ રહી છે.
આજે મનપાનો લાખોનો ટેકસ આ હોટેલ ભરી રહી છે અને ય્જી્ પણ, તો પછી વેપારીને લાભ શું? ત્યારે આવી સ્થિતી નગરજનોની છે. પોતે રોડ રસ્તા પર સવારે વોકિગ કરવા નીકળે એટલે ફૂટપાથ પર શ્રમજીવીઓના અડિંગાને કારણે મજબૂરીમાં રોડ રસ્તા પર ચાલવું પડે છે. ત્યારે હવે GJ-18 ની મહાનગરપાલિકા દ્વારા આ દબાણ હટાવોની ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે ત્યારે મનપા કમિશનર પોતે ચાર્જ લઈ લીધો છે તો પ્રજાનાં પ્રશ્ને હવે કમિશનરશ્રી ધવલભાઈ કઈક ધમાલ કરીને દેખાડે તેવી લાગણી અને માંગણી પ્રજાજનોમાં ચર્ચાઈ રહી છે.