GJ-18 માણસા તાલુકામાં આવેલા પારસા ગામે તા.૧૭/૦૬/૨૦૧૮ના રોજ કલાક 12:00 થી 12:30 વાગ્યાના સમયે મોજે પારસા ગામે આરોપી નં. (૧) નટવરસિંહ જીવણજી પરમાર (૨) કુલદીપસિંહ અજીતસિંહ ચૌહાણ (૩) અનિરુદ્ધસિંહ દિનેશસિંહ રાઠોડ (૪) દેવેન્દ્રસિંહ નટવરસિંહ ચાવડા (૫) વિજયસિંહ ભરતસિંહ ચૌહાણ (૬) વિપુલ કુમાર ભરતજી ચૌહાણ (૭) જીગરસિંહ ભરતસિંહ ચૌહાણ (૮) નરેશકુમાર બાબુલાલ ચૌહાણ (૯) વિરેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણ તમામ રહે. પારસાનાઓએ પોતાનો હેતુ પૂરો પાડવા સારુ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી વરરાજા અનુસૂચિત જાતિના હોઈ તેઓ પોતાની સાથે ઘોડી લઈને પારસા ગામે આવેલ હોઈ ઘોડીવાળાને આરોપીઓએ જણાવેલ કે , પારસા ગામમાં દરબારો શિવાય ઘોડી ઉપર કોઈ લગ્ન વખતે બેસતું નથી અને આવેલ વરરાજા અનુસૂચિત સમાજના હોઈ જેથી તમો ઘોડી લઈ ચાલ્યા જાઓ વરરાજાને ઘોડી પર બેસાડતા નહીં તેવી જ્ઞાતિ વિષયક ગાળો બોલી ઘોડી વાળાને કહેવા લાગેલા કે તારી ઘોડી છોટા હાથીમાંથી નીચે ઉતારી છે તો તને જાનથી મારી નાખીશું તેવી જાહેરમાં જાતિ અપમાનીત અપશબ્દો બોલી વરરાજાને ઘોડી ઉપર બેસવા નહીં દઈ રસ્તામાં રુકાવટ કરી ગુનો કરતાં આરોપીઓ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૭૭/૧૮ થી ઈ.પી.કો. કલમ ૧૪૩ , ૫૦૪ , ૫૦૬ (૨), ૩૪૧ તથા એસ.સી.એસ.ટી ધારાની કલમ ૩(૧)(આર)(એસ) તથા ૩(૨) (૫-અ) તથા ૩ (૧) (za) , (B)મુજબનો ગુનો નોંધાયેલ ત્યારબાદ ચાર્જશીટ થઈ ગાંધીનગરના ત્રીજા એડી.ડિસ્ટ્રિક્ટ અને સેશ. જજ સાહેબની કોર્ટમાં કેસ ક્મીટ થઈ આવતા આરોપી વિરુદ્ધ ચાર્જ ફરમાવેલ.
ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલ શ્રી પી.ડી.વ્યાસ હાજર રહેલા અને ફરિયાદ પક્ષ તરફે કુલ ૧૮ સાહેદ તપાસવામાં આવેલા જેમાં ફરિયાદી તથા સાહેદો તથા તક અમલદાર આર.જી.ભાવસાર વિગેરેની જુબાની ધ્યાને લઈ આરોપીઓને તકસીરવાન ઠરાવવાનો હુકમ કરેલો તે ધ્યાને ગાંધીનગરના એડી.ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ શ્રી એસ.એન.સોલંકી સાહેબએ તમામ આરોપીઓને ૫ વર્ષની કેદની સજા તથા રૂ.૧૦૦૦૦/-નો દંડનો હુકમ ફરમાવેલ છે. ત્યારે આ કેસમાં સરકારી વકીલ તરીકે પી.ડી.વ્યાસ હાજર રહ્યા હતા. આ કેસની સજાનો હુકમ થતાં GJ-18 આખા જિલ્લામાં વાયુવેગે વાત પ્રસરતા ભારે ચર્ચા જગાવી છે