મોંઘવારી પ્રશ્ને સરકાર સામે પરેશની રેસ સરકારને લાગશે ઠેસ ; હાય રે મોંઘવારી હાય-હાય ; કોંગ્રેસનો જામ્યો ટેમ્પો
કોંગ્રેસનાં સુત્રો
‘‘બહુત હુઇ મહેંગાઇ કી માર અબ હટાઓ મોદી સરકાર’’
‘‘પહેલે લડે થે ગોરો સે અબ લડેગે ચોરો સે’’
‘‘ભાજપ તેરા કૈેસા ખેલ સસ્તા દારુ મહેગા તેલ’’
વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી જણાવ્યું હતું કે, પહેલી આઝાદીમાં ગાંધી-સરદારનો ફાળો હતો ત્યારે આજે બીજી આઝાદી માટે ભાજપ સરકાર સામે લડીશું. આજનું આંદોલન જનતાનું આંદોલન છે. મોંઘવારી, જીએસટી અને નોટબંધીએ દેશનું કરોડ રજ્જુ તોડી નાખ્યું છે. મોંઘવારીનાં આંદોલનનું નેત્તૃત્વ ગુજરાતની ગૃહીણીએ લેવું પડશે. ‘બહુત હુઇ મહેંગાઇ કી માર અબ હટાઓ મોદી સરકાર’ તેવું જણાવ્યું હતું. પેટ્રોલ ૪૦ રૂા. સરકારને પડતર થાય છે. અને પ્રજાએ ૧૦૦ રૂા. ચુકવવા પડે છે. ભાજપ સરકાર લોકોની જાસુસીમાં મસ્ત છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. કે ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે દેશનું અર્થતંત્ર ચોપટ થઇ ગયું છે. મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ થઇ ગઇ છે. ભાજપને સંત્તા સ્થાને પ્રજાએ બેસાડ્યા પછી આ પ્રજા મોંઘવારીને લીધે લડી રહી છે. ત્યારે પ્રજાને અમારી ભુલ છે તેવું સમજાઇ રહ્યું છે. આવનારા દિવસોમાં મંદી, મહામારી, મોંઘવારી, ખેડૂતોનાં પ્રશ્નોને વાંચા આપવા જનઆક્રોશ કાર્યક્રમ લઇને કોંગ્રેસ આવશે.‘‘પહેલે લડે થે ગોરો સે અબ લડેગે ચોરો સે’’ તેવું સુત્ર આપ્યું હતું.
ભાજપ શાસિત સરકાર દ્વાર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, પેટ્રોલ-ડીઝલનાં અસહ્ય ભાવ વધારાનાં વિરોધમાં અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે જન ચેતના કાર્યક્રમ રેલીનું કોંગ્રેસે આયોજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિનાં પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, મધુસુદન મિસ્ત્રી, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ,અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, હિમ્મતસિંહ પટેલ, જગદિશ ઠાકોર, હિમાશું પટેલ અને પ્રભાબેન ઉપસ્થિત રહ્યા હતાં.
એઆઇસીસીનાં મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મુળ સ્વરૂપનાં આંદોલનમાં જઇ રહી છે. ત્યારે લોકોનાં પ્રશ્નોને વાંચા આપવીએ કોંગ્રેસનો ધર્મ અને ફરજ છે. ભાજપની મોદી સરકાર રાજાશાહી અને તાનાશાહી ચલાવી રહી છે. ત્યારે આવનારા દિવસો પ્રજા માટે ખુબ જ ખરાબ હશે. સરમુખત્યાર શાહી તરફ ભાજપ જાય તો નવાઇ નહીં. દેશને કોંગ્રેસે દેવામાંથી છોડાવ્યું છે. મોંઘવારીમાં પિસાતી પ્રજાને વાંચા આપવા માટેનો આ જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મોંઘવારી સામેનાં જન આંદોલનમાં જે પ્રકારનું રાજ દેશમાં અને ગુજરાતમાં ચાલે છે. તે પ્રજા જાેઇ રહી છે. દેશમાં આવેલા નવા અંગ્રેજાે ને કોંગ્રેસ નસ્ત નાબુદ કરી દેશે.લોક શાહીમાં બલીદાન આપીને પણ કોંગ્રેસને ટકાવી રાખીશું. ભવિષ્યમાં પેટ્રોલનાં લીટરે ૧૨૫ રૂા. થશે. પ્રજાનાં પૈસા ભાજપ સરકાર દ્વારા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ પાસે જાય છે. નરેન્દ્રમોદીનાં શાસનમાં કરોડો અબજાે રૂપિયાનાં ટેક્સ પ્રજા પાસેથી ઉઘરાવામાં આવે છે અને ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને નફો કરાવામાં ધ્યાન આપે છે.૭ લાખ કરોડ રૂપિયા મુડી પતિઓનાં દેવા માફ કરવામાં આવ્યા તેના કરતાં કોરોનાંમાં લોકોને બચાવવા માટે વાપર્યા હોત તો લોકોનું ભલુ થઇ જાત. યુથ કોંગ્રેસ દેશમાં જવાબદારી લેવામાં ક્યારે પાછી પડી નથી.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. કે ભાજપની આ સરકારમાં તેલનાં અને વિજળીનાં ભાવ બમણા થયા છે. શિક્ષણ ફિ મોંઘી થઇ છે. આમ માણસનું જીવન સસ્તુ બાકી બધુ મોંઘુ થયું છે. દેશમાં આરટીઆઇનાં જવાબમાં ૮૦ લાખ જીએસટી નંબર પાછા કરી દેવામાં આવ્યા છે. પ્રજા જનો આ મોંઘવારીમાં જાેડાય તેવી અપીલ કરી હતી.
સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રતિકાત્મક દેખાવો થતા રહ્યા છે. તમામ વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચ્યા છે. પ્રજા માટે જીવન નિર્વાહ ટકાવો મુસ્કિલ બની ગયો છે. ઘટતી આવક અને વધતા ભાવ વધારા સામે જનતા પિસાઇ રહી છે. ૬૦ દિવસમાં ભાવ વધારો દુર કરી શું તેવા અગાઉનાં દાવા સામે આજે ભાવ વધારો દરેક વસ્તુઓમાં ડબ્બલ થઇ ગયો છે. અચ્છે દિન તો આવ્યા નહી પરંતુ બુરા દિવસો આવી ગયા જેનાથી પ્રજા પિડાઇ રહી છે.