ગુજરાતમાં માંડ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે ત્યારે સરકારે પણ ૫૬ સીટની બસ હોય તેમાં ૮૦ જેટલાં પેસેન્જર ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે.ત્યારે, કડીથી એક જ બસ ગાંધીનગર આવતી હોવાથી પોઇન્ટના પેસેન્જરો અને નોકરિયાતોની દશા બદતર થઈ ગઈ છે.ત્યારે, કોરોનાની મહામારીમાં ૫૬ ની સીટમાં ૪૦ પેસેન્જર બેસાડી શકાય અપેક્ષાથી તમામ પેક અને ઉભા ઉભા પણ ઘેંટા બકરાંની જેમ કર્મચારીઓને સચિવાલયમાં ઠાલવતાં હોય તેવું લાગી રહ્યું છે. પેસેન્જરો દ્વારા જી્ મેનેજરને બીજી બસ કડીથી મૂકવા રજૂઆત કર્યાં છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ત્યારે, કોરોનાની મહામારીમાં આ સોશ્યલ ડિસ્ટન્સનનાં ધજાગરા ઉડી રહ્યાં છે. તો બીજી બસ શરૂ કરાવવાની પણ માંગ ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કડીથી ઉપડતી સવારની પોઇન્ટ બસમાં અનેક કર્મચારીઓ નોકરી પર આવે છે. સરકારી, પ્રાઈવેટ થી લઈને ધંધાર્થીઓ પણ આ બસમાં મુસાફરી કરે છે ત્યારે બસમાં પેસેન્જરની સંખ્યા હોવા છતાં બીજી ઘણી જ અમદાવાદથી આવતી પોઇન્ટની બસો ખાલીખમ ખટારાની જેમ ફકત ૧૦ પેસેન્જર પણ રોજ હોતા નથી.અને ત્યાં ચલાવવામાં આવી રહી છે તો પછી કડી ખાતે પેસેન્જરની સંખ્યા વધારે હોવાથી બીજાં રૂટ મા જ્યાં પેસેન્જર નથી ત્યાં સ્ટોપ કરીને અહીંયા શરૂ કરવાની પણ માંગ ઉઠી છે ત્યારે કોરોના ની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનનાં થતાં ધજાગરા એ આવનારી ત્રીજી લહેરની દસ્તક ન બને તે જાેવાનું રહ્યું. બાકી, પેસેન્જર બસને મળતાં હોય તો પછી નવી બસ શરૂ કરવામાં વાંધા છે,, જ્યાં નફો છે ત્યાં જી્ શરૂ કરવી નથી.અને જ્યાં નુકશાન છે ત્યાં હજૂ ગાબડાં પડ્યે રાખવા છે ત્યારે પેસેન્જર હોય ત્યાં બસ શરૂ કરો તો જી્ નાં નુકશાનના ગાબડાં પૂરાય.બાકી, જી્ નુકશાનનું કારણ આ કહી શકાય તેમાં બેમત નથી.