GJ-18 ખાતે દરેક સર્કલ પાસે ટ્રાફિક પોઇન્ટ અને ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યાં છે. ત્યારે સવારે ૧૦ થી ૧૨ ટ્રાફિક અને સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી ટ્રાફિક હોય છે. પણ, સિગ્નલ સવારે ૯ વાગ્યે શરુ થાય અને ૧૨ વાગે બપોરે બંધ થાય. સાંજે ૫ વાગે શરૂ થાય ને ૮ વાગે બંધ થાય. પણ, જે સિગ્નલો ઘણાં સર્કલો ઉપર મુકવામાં આવ્યાં છે તેમાં ચ માર્ગ પાસે આવેલા ચ – ૫ પાસેના ફુવારા પાસેના સિગ્નલ અમદાવાદથી ચ – ૭ જતાં વાહનચાલકો ને આ સિગ્નલ દેખાતાં નથી કારણકે, ઝાડની ડાળીઓ લાંબી થવાને કારણે આ સિગ્નલ ઢંકાઈ ગયો છે ત્યારે લોકોમાં લાગણી ઉદભવી છે ટ્રીમીંગ ડાળીઓને કરાવો. આના કારણે લોકોને દંડના ફરફરિયા પણ ઘરે આવી રહ્યાં છેGJ-18 નાં નામામોટા એવાં જ જ, ગ,થી લઈને તમામ માર્ગો પર નાખેલા સિગ્નલો ખરેખર તો ઘ, ચ અને જ.માર્ગ સિવાય ટ્રાફિક વધું ક્યાંય દેખાતો નથી પણ,સ્માર્ટ સીટી બનાવવાના ચક્કરમાં અનેક ઉપાધિ સીટી બની ગઈ છે. ફૂટપાથો લોકો માટે જે બનાવી છે તે ફૂટપાથો ઉપર શ્રમજીવીઓનો જમાવડો થઇ ગયો છે.ત્યારે, અન્ય ફુવારા પાસે ટ્રાફિક સિગ્નલ દેખાતાં ના હોઈ જેથી ટ્રીમીંગ કરવા લોકો દ્વારા ચર્ચા સાંભળવા મળી છે