આજરોજ રામ નામ જપ કુટીરના આચાર્યશ્રી હરિદાસ મહારાજે જણાવેલ કે પ્રાચીનકાળમાં જેને વિશ્વની માતા નો દરજ્જાે મળેલ હતો તે આપણી ગૌમાતા આજે ખૂબ દુઃખી છે ગવ્ય પદાર્થો માંથી અનેક ઔષધીઓ બને છે તેમજ સાધના કરવા ઇચ્છતા ભક્તો માટે સાક્ષાત કામધેનું છે કારણ કે ગાયના ઘી દૂધ સેવનથી મન ર્નિમળ બને છે. આજે જે ચોરી, બળાત્કાર, લૂંટફાટ વગેરે દૂષણો બનવાનું કારણ ગૌમાતાની ઉપેક્ષા જ છે શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના દુઃખો બતાવેલા છે આધ્યાત્મિક, આધ્યભૌતિક અને આધિદૈવિક કામ ક્રોધ ,લોભ ,દ્વેષ જેવા માનસિક દુઃખોને આધ્યાત્મિક તેમ જ ભોગવિલાસ થી અને ખરાબ આહારથી થતા રોગો આધિભૌતિક રોગો કહેવાય તો જળપ્રલય ધરતીકંપ વાવાઝોડું અને વાયરસ વગેરે આધિદૈવિક દુઃખો છે ગાયનાગીત દૂધના સેવનથી અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે તેથી ગાયને બચાવી ખૂબ જરૂરી છે કોરોનાવાયરસ જેવી મહામારીનો ત્રીજાવેવથી બચવા ગૌહત્યા બંધ થાય તે અનિવાર્ય છે આ બાબત કેન્દ્ર સરકાર ધ્યાને લે અને ભારતીય ગાયને રાષ્ટ્રીય કામધેનું ઘોષિત કરે તેવી સમગ્ર રાષ્ટ્રીય હિતેચ્છુઓની માંગ છે આ બાબતે આચાર્યશ્રી હરિદાસ મહારાજે માનનીય વડાપ્રધાન સાહેબ નું ધ્યાન લોઢવા પ્રયત્ન કરેલ અને ચાર મુદ્દાની માંગણી કરેલ.
માંગ ૧. ભારતીય ગૌમાતાને રાષ્ટ્રીય કામધેનું ઘોષિત કરવામાં આવે. ૨. ગૌરક્ષકને પોલીસ મિત્ર ગણવામાં આવે.૩. ગૌપાલકોને પ્રતિ ગાય દીઠ અપાતી સહાય કોઈપણ પ્રકારની શરતો વિના પાંચ ગૌવંશ સુધી આપવામાં આવે. ૪. ગૌહત્યા માટે કરીને ગાય વેચનાર , ખરીદનાર,લઈ જનાર અને હત્યા કરનાર વગેરે તમામને દોષિત ગણી ફાંસીની સજા આપવામાં આવે.
છતાં, આજ સુધી ધ્યાને લીધેલ નથી જેથી,આજે રાજ્યપાલ શ્રી સાથે રૂબરૂ મુલાકાત કરી મૌખિક રજૂઆત કરેલ. તેઓએ તમામ રાષ્ટ્રપ્રેમીઓને પણ અરજ કરેલ છે કે તેઓ તેમની કક્ષાથી મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી એ આવેદનપત્ર આપે તેમજ લાગતા વળગતા પદાધિકારીઓનું ધ્યાન દોરે અને ગૌમાતાને રાષ્ટ્રીય કામધેનું ઘોષિત કરવામાં તથા શકિત યોગદાન આપે. આચાર્ય શ્રી હરિદાસ મહારાજના જણાવ્યા મુજબ સાંપ્રત સમયે દેશના ખૂણે ખૂણે ગાયને બચાવવા માટે વિવિધ પ્રકારના અયોજન થઈ રહ્યાં છે. સંતો દ્વારા ધાર્મિક અનુષ્ઠાનો, યજ્ઞો અને નામ સંકીર્તન કરવામાં આવે છે ઉપરાંત કચેરીઓમાં આવેદનપત્ર પણ અપાઈ રહ્યા છે અને તેમની રામનામ જપકૂટિર માં પણ ૧૦૦૮ દિવસનું અનુષ્ઠાન ચાલે છે તેમણે દ્રઢ સંકલ્પ સાથે ચીમકી પણ ઉરચારી હતી કે જાે આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા ૩૧ જુલાઈ સુધીમાં ધ્યાન દોરવામાં નહી આવે તો ૧/૮/૨૦૨૧ થી ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે.