ઉજવણી શેની ?પેટ્રોલ સો રૂપીયે પહોચ્યું તેની ? રાંધણગેસનો ભાવ બમણો થયો તેની ? મોંઘવારી અને બેકારીનો માર સહી લોહીના આંસુ સારતી પ્રજાના દુખની ? વહીવટી લાપરવાહીનો ભોગ બની જીવતા ભુંજાઈ ગયેલ બાળકો અને દર્દીઓના મોતની ?
કોરોના સમયે દવાઓ, ઈન્જેક્ષન, ઓક્સીજન ,એમ્બ્યુલન્સ અને દવાખાને બેડની અછત વચ્ચે રઝળતી પ્રજાની પીડાની ?
વિજયભાઈ સમજાવો તો ખરા આ પરદુઃખનો આનંદ શેના માટે ?
બેરોજગાર યુવાનો અને યુવતીઓ ગાંધીનગરના આંગણે તેમનો હક્ક માંગવા આવે ત્યારે લાઠીઓ વીંઝ્યા બાદ પણ જાે તમે હરખાતા હોવ તો એ શરમજનક છે. પાંચ વરસમાં પચાસ હજાર બેરોજગારોની સરકારી રાહે ભરતી કરાઈ હોત તો વિજયભાઈ ઉજવણી તમારે ન કરવી પડત, યુવાનો ખુદ તમને ખભે બેસાડી હરખ બતાવતા. ખેડુતોને પાક વીમાના પુરા પૈસા ચુકવાઈ જતા તો આજે ઢોલ નગારા ખેડુતો વગાડતા. પાંચ વરસ છોડો ભાજપના પચીસ વરસના શાસન બાદ કોરોના મહામારી વચ્ચે સરકારી અવ્યવસ્થાએ જે મોતનુ તાંડવ સર્જ્યુ એ પછી આ ઉજવણી કરવાનુ સુઝે તે કેટલુ ર્નિદયી વલણ ? દવાઓ ઓક્સીજન , ઈન્જેક્શનના અભાવે મોતને ભેટ્યા પછી સ્મશાનમાં લાકડા માટે ટળવળતી પ્રજાની પીડાના સમજાે તો વાંધો નહી પણ તેના પર ઉત્સવો તો ના મનાવો !
દવાખાનાની લાઇનો તો ઠીક સ્મશાનમાં પણ ટોકન આપવા પડે તેવા નરસંહાર બાદ ઉજવણી કરવી એ રાક્ષસી આનંદ નહી તો બીજુ શું ?
વિજયભાઈ એ હેલ્મેટ પહેરાવવી કે નહી, સ્કુલો ખોલવી કે નહી, ફી ઘટાડવા શુ કરવુ , રથયાત્રા કાઢવી કે નહી, નવરાત્રી વેકેશન આપવુ કે પાછુ ખેંચવુ , ક્રીકેટ મેચ રમાડવી કે નહી જેવા બધા ર્નિણયો કાં તો અદાલતો પર છોડ્યા અથવા અન્યો પર. આ અનિર્ણાયકતાની ઉજવણી કરશો ?વિજયભાઈ એન. આર. ને સીઆરની રસ્સાખેચ વચ્ચે જેમ તેમ કરી એમના મુખ્યમંત્રી પદે પાંચ વરસ પુરા થયા એનો આનંદ કરતાં પહેલા મોઘવારી, બેકારી, કથળેલી આરોગ્ય સેવાઓ, કથળતા અને મોઘા થતા શિક્ષણ વચ્ચે પીસાતી પ્રજાનું ભલુ કરો તો ઉજવણી લેખે લાગે..