કાવ્યા દુધિયા વિડિયો બાઈટ
મુદ્રા ભટ્ટ લાખિયા વિડિયો બાઈટ
ગુરુ શ્રીમતી મુદ્રા ભટ્ટ લાખિયા (નૃત્ય કલા મંદિર )દ્વારા ભરતનાટ્યમની કેનેડામાં તાલીમ લીધી : ભારતનાટ્યમ થકી આપણી ભારતીય સંસ્કૃતિ વિદેશમાં પણ પ્રચલિત થાય તેવો સંદેશ લોકોને આપું છું : કાવ્યા દુધિયા
ભાજપના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર તેમજ
ઈશ્વરદાસજી મહારાજ (હનુમાન મંદિર મોટેરા) સહિત અન્ય મહાનુભાવો તેમજ કાવ્યનો સમગ્ર પરિવાર હાજર રહ્યા
અમદાવાદ
અમદાવાદમાં કેનેડા સ્થિત કાવ્યા દુધિયા ભરતનાટ્યમ નાની ઉંમરે
શીખી અને આજે 16 ઓગસ્ટ રવિવારના રોજ સાંજે 4 વાગ્યે
અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે
ભરતનાટ્યમ અરંગેત્રમ ( ગ્રેજ્યુએશન)નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ કાવ્યના પરિવારે આયોજિત કર્યો હતો.
મુખ્ય મહેમાન તરીકે આઈ.સી.સી. ચેરમેન જય શાહ
અને ભાજપના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર તેમજ
ઈશ્વરદાસજી મહારાજ (હનુમાન મંદિર મોટેરા) સહિત અન્ય મહાનુભાવો તેમજ કાવ્યનો સમગ્ર પરિવાર હાજર રહ્યા હતા.
ગુરુ શ્રીમતી મુદ્રા ભટ્ટ લાખિયા (નૃત્ય કલા મંદિર )દ્વારા કાવ્યા દુધિયાએ આ ભરતનાટ્યમની કેનેડામાં તાલીમ લીધી હતી.
કાવ્યા દુધિયા
સેંટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદના સેક્રેટરી ભરત દુધિયાની પૌત્રી કાવ્યા દુધિયાએ જણાવ્યું હતું કે હું મારા ગુરુ શ્રીમતી મુદ્રા ભટ્ટ લાખિયા (નૃત્ય કલા મંદિર )દ્વારા કેનેડામાં ભરતનાટ્યમ શીખી પરંતુ આપણું ભારતીય કલ્ચર મેં વિદેશમાં પણ જાળવી રાખ્યું અને એ ઘણું મહત્વનું છે. અરંગેત્રમ કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કર્યું કેમકે મને લાગણી છે કે મારા પરિવારના અને અન્ય લોકો આપણું કલ્ચર જોઈ શકે. અમદાવાદમાં આ કાર્યક્રમ સફળ બનાવવા માટે હું મારા પરિવારની ખૂબ જ આભારી છું. ભારતનાટ્યમ થકી આપણી ભારતીય સંસ્કૃતિ વિદેશમાં પણ પ્રચલિત થાય તેવો સંદેશ હું લોકોને આપું છું.
શ્રીમતી મુદ્રા ભટ્ટ લાખીયા
કાવ્યા દુધિયાની ગુરુ શ્રીમતી મુદ્રા ભટ્ટ લાખીયાએ જણાવ્યું હતું કે
કાવ્યા પાંચ વર્ષની ઉંમરની હતી ત્યારથી કેનેડામાં મારી સાથે ભારતનાટ્યમ શીખતી હતી અને અત્યારે દસ વર્ષ પછી આજે અમદાવાદમાં કાવ્યાનું અરંગેત્રમ (ગ્રેજ્યુએશન) હતું. એટલે કાવ્યા જે શીખી એ આજે સ્ટેજ ઉપર આવી અને બધાની સામે પ્રેઝન્ટ કર્યું.અમદાવાદમાં અરંગેત્રમ એટલા માટે કે જ્યાં પરિવાર હોય ત્યાં જ ઉજવવામાં મજા આવે. કેનેડામાં પણ આપણી છોકરીઓ સંસ્કૃતિ જાળવી રાખે એવું કરી શકીએ છીએ.
વધુમાં મુદ્રા ભટ્ટ લાખીયાએ જણાવ્યું હતું કે હું બાર વર્ષની હતી ત્યારે કેનેડા ગઈ હતી અને મારી માતા કાનનબેન ભટ્ટે નૃત્ય કલા મંદિર નામની ડાન્સ સ્કૂલ ચાલુ કરી હતી જે અત્યારે હાલમાં છેલ્લા 25 વર્ષમાં 250 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને કેનેડામાં ભારત નાટ્યમ શીખવાડે છે. ભારત નાટ્યમ એવો ક્લાસિકલ ડાન્સ છે જે ભારતમાં પણ ઓળખતા જ હશે પરંતુ કેનેડામાં આપણી ભારતીય સંસ્કૃતિને પણ જાળવી રાખે છે. આપણા છોકરાઓને ભારતીય રિવાજ અને રિલિજિયન પણ શીખવાડે છે.



