નવરંગપુરા પોલીસે 500 જેટલા આપ કાર્યકરો ને ડીટેઈન કર્યા હતા
અમદાવાદમાં આશ્રમરોડ વલ્લભ સદન ખાતે આપ પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આપ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભાજપ વિરૃદ્ધ પેટ્રોલ,ડીઝલ, તેલ ના ભાવવધારા સામે જોરદાર વિરોધ કરી રહ્યા હતા ..વલ્લભ સદન ચારસ્તા ઉપર આમ આદમી પાર્ટી ના કાર્યકરો ની ભીડ ના લીધે ચોતરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો..પોલીસ ટ્રાફિક ને અંકુશ માં લાવવાનું કામ કરી રહી હતી. આ વિરોધ માં નવયુવાનો અને મહિલાઓ મોટા પ્રમાણમાં રસ્તા પર ઉતરી હતી.જોરદાર વિરોધ પ્રદર્શન કરતા આપ ના કાર્યકરોને પોલીસે ડીટેઇન કર્યા હતા .ગુજરાતમાં ઠેર ઠેર જગ્યા એ આપ પાર્ટીએ મોંઘવારીના વિરોધમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાઈ સૂત્રોચ્ચાર સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યા હતા.આજરોજ તારીખ 24 જુલાઈ 2021 ના રોજ બહેરા અને જાડી ચામડીના સતાધીશો સુધી સામાન્ય માનવીનો વધતી જતી મોંઘવારી થી પડતી મુશ્કેલી અને હાડમારીનો અવાજ પહોંચાડવા, મોઘવારી અને રોજબરોજ નાં પેટ્રોલ-ડીઝલ વગેરે મા થતાં ભાવ વધારાની આ ગુલામીનાં વિરોધમાં
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા અમદાવાદ માં 500 થી વધુ કાર્યકર્તાઓ, સુરતમાં 500 થી વધુ કાર્યકર્તાઓ, રાજકોટમાં 250 થી વધુ,વડોદરામાં 350 થી વધુ કાર્યકર્તાઓ સહિતના ગુજરાત ભરના જીલ્લાઓ જેમ કે ગાંધીનગર, વડોદરા, દાહોદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને મહેસાણામાં સેકડો કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને કાર્યકર્તાઓની અટકાયત પણ વ્હોરી હતી.