કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી ;કાળા કૃષિ કાયદા રદ કરો

Spread the love

કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સોમવારના સવારે-સવારે દિલ્હીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવતા જાેવા મળ્યા. કૃષિ કાયદાઓની વિરુદ્ધ કાૅંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ ક્રમમાં સોમવારના રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા રાહુલ ગાંધીની સાથે રણદીપ સુરજેવાલા, દીપેન્દ્ર હુડ્ડા સહિત અનેક કાૅંગ્રેસી નેતા પણ જાેવા મળ્યા. ટ્રેક્ટર પર કૃષિ કાયદાની વિરુદ્ધમાં પોસ્ટર જાેવા મળ્યા હતા અને ખેડૂતોને સમર્થનની વાત કહેવામાં આવી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોની વાત સાંભળવામાં નથી આવી રહી. સરકારે આ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા લેવા પડશે. આ કાળા કાયદા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતો પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમને આતંકવાદી કહેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો દ્વારા દિલ્હીના જંતર-મંતર પર કિસાન સંસદ લગાવવામાં આવી રહી છે. ૨૦૦ ખેડૂતો દરરોજ જંતર-મંતર પર સંસદ કરશે, જે સંસદના ચોમાસુ સત્ર સુધી ચાલું રહેશે.છેલ્લા લગભગ એક વર્ષથી ખેડૂતોનું વિરોધ પ્રદર્શન દિલ્હીની ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બૉર્ડર પર ચાલું છે. ખેડૂતોની માંગ છે કે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવામાં આવે, પરંતુ સરકારનું કહેવું છે કે કાયદા પાછા લેવામાં નહીં આવે. જાે કોઈ બદલાવ કરવો હોય તો સરકાર વાતચીત માટે તૈયાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોનો જે સંદેશ છે એ અમે સંસદ સુધી લાવ્યા છીએ. ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે, આ કારણે અમે ટ્રેક્ટરથી આવ્યા છીએ. તેમણે કહ્યું કે, સંસદમાં આ વિષય પર ચર્ચા કરવા દેવામાં નથી આવી રહી.
બીજી તરફ ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની માંગને લઈને અકાલી દળના સાંસદોએ આજે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. અકાલી દળ સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે, સરકાર માંગ માનવાની જગ્યાએ અન્નદાતાઓને ગાળો આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com