GJ-18 એવા માણસા તાલુકા ની રંગપુર ની ઘટના કમ કમાટી થઈ જાય તેવી છે .ત્યારે નવયુગલના હજુ ૧ દિવસ પહેલાજ લગ્ન થયેલ હતા .અને આગ લાગવા થી ભડથું થઈ જવાની ચર્ચા ગ્રામ્ય વિસ્તારોમાં જાગી છે . ત્યારે અંબાજી અમદાવાદ હાઇવે ઉપર હડાદ નજીક વીરપુરઘાટી પાસે એક વેગન આર કાર માં આગ લાગવાથી અંબાજી થી દર્શન કરી પરત ફરી રહેલા માણસા તાલુકાના રંગપુરના નવયુગલની કારમાં આગ લાગવાથી નવોઢાનું કારની આગમાં ભડથું થઇ જવાથી કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે જ્યારે ચાલક પતિ ફગોળાઈ જતાં ઇજાગ્રસ્ત થતાં ખેડબ્રહ્મા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ માણસા તાલુકાના રંગપુર ગામનું નવપરિણીત યુગલ અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યું હતું ત્યારે હડાદ નજીક વીરપુરઘાટી પાસે વેગનઆર કારમાં આગ લાગતા કાર ચાલક પતિ ફગોળાઈ જતાં ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે હજી હાથની મહેંદી અકબંધ છે તેવી નવોઢા નું કારની આગમાં ભડથું થઈ જવાથી કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. માણસા તાલુકાના રંગપુર ગામના ચિરાગસિંહ વિક્રમસિંહ ચાવડાના લગ્ન પૂજાબા નામની યુવતી સાથે દસ દિવસ પહેલાં જ થયા હતા. આ નવદંપતી આજ રોજ અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યું ત્યારે હડાદ નજીક વીરપુરઘાટી પાસે વેગનઆર કારમાં આગ લાગતા કાર ચાલક પતિ ફગોળાઈ જતાં ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે હજી હાથની મહેંદી અકબંધ છે તેવી નવોઢા નું કારની આગમાં ભડથું થઈ જવાથી કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચે તે પહેલાં નવોઢા કારની જ્વાળાઓમાં ભડથું થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત ચિરાગસિંહ વિક્રમસિંહ ચાવડાને ખેડબ્રહ્મા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.