અમદાવાદ ખાતે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી સી કે પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને લઇ સી.કે પટેલે નિવેદન આપ્યું કે, પાટીદાર સમાજ રાજકીય ચર્ચા માટે એકત્ર થશે. આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળશે. જેમાં તમામ સંસ્થાઓના અગ્રણીઓ રાજકીય ચર્ચા કરશે. ચર્ચા બાદ યોગ્ય સમયે ધમાકેદાર જવાબ અપાશે. જાે કે, પાટીદાર મુખ્યમંત્રી મામલે સી.કે પટેલે મૌન સેવ્યું હતું.
જેમાં ખાસ સમાજના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા અને પ્રેઝનટેશન રજૂ કરાયું હતું. ઉમિયાધામના આગામી કેટલાક પ્રોજેક્ટ અંગે રજૂઆત કરાઈ હતી. આ બેઠક બાદ આગામી ડિસેમ્બરની ૧૩મી તારીખે પાટીદાર સમાજ દ્વારા અનેક પ્રેજેક્ટનું ભૂમિપૂજન કરાશે. આ બેઠકનું આયોજન કડવા પાટીદારોના નેતૃત્વમાં કરાયું હતું. ઉમિયાધામ કેમ્પસ અમદાવાદ ખાતે કરાયું હતું. આજની બેઠકમાં પાટીદાર સમાજના રાજકીય અને સામાજીક આગેવાનો જાેડાયા હતા. જેમાં સી.કે પટેલ, વાસૂદેવ પટેલ, રમેશભાઈ દૂધવાળા સહિત મણીભાઈ પટેલ અને બાબુ જમના પટેલ પણ હાજર રહ્યા હતા.