દેશમા કોરોના ની મહામારીમાં જે હોસ્પિટલો બંધ થવાને આરે હતી તે ફરી મજબૂતાઈથી ઉભી થઈને બીજી હોસ્પિટલો બનાવવાની વાત કરી રહી છે ત્યારે દેશમા નવી કારો,મકાનો,ફ્લેટો, પ્રોપર્ટી ખરીદનારાઓ કેટલાં? તો સરકારીબાબુઓ જ હાલ ખરીદી રહ્યા છે.તેનું કારણ મોટી ખાયકી? કોરોના ની મહામારીમાં સરકારે બે હાથે નહિ, પણ ચાર હાથે ગ્રાન્ટ ફાળવી છે પણ જે સદુપયોગ થવો જાેઈતો હતો તે થયો નથી. ત્યારે દર્દીઓના નામે લાખો બીલો મૂકવાનો કારસો હાલ બહાર આવ્યો છે.ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર ૩૫ દર્દીઓ જે કોરોના ગ્રસ્ત હતા જે કોરોંટાઈન હેઠળ ત્રણ જેટલી જગ્યાએ કોરોંટાઈન સેન્ટર ઉભુ કર્યુ હતું. ત્યારે ત્રણની જગ્યાએ એક જ કોરોન્ટાઈન સેન્ટર ખાતે કોઈ દર્દી કોરોંટાઈન થવા ચાલ્યો હોય, ત્યારે લાખોના બીલ મૂકીને અધિકારીઓની મીલીભગતથી કોન્ટ્રાક્ટરોને બખ્ખાં પડી ગયા છે. કોરોના ની મહામારીમાં કોરોંટાઈન થયેલ દર્દીઓની સંખ્યા જાેવામાં આવે તો માંડ બે અંકમાં પણ નહિ હોય ત્યારે ઘરમા કોરેન્ટાઇન રહે અથવા હોટેલ રહે તોપણ લાખોના બીલ ના આવે.ત્યારે લાખોનો ખર્ચ કેવી રીતે પાડવામાં આવ્યો છે તેની ગંભીરતાથી તપાસ થવી જાેઈએ.ત્યારે નવા વરાયેલા કમિશનર આ બાબતે અજાણ છે.ત્યારે આની તપાસ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવે તો ભ્રષ્ટાચારનો પરપોટો ફૂટે તેમ છે.કોરોના ની મહામારીમાં સરકાર દ્વારા નગરજનોની સેવા માટે ય્સ્ઝ્ર ને સરકાર તરફથી ૫ કરોડની ગ્રાન્ટ અપાઈ હતી. મ્યુનીના એક કબાડીગ્રૂપના નેતાના ઇશારે આ નાણાંમાંથી રાશન કીટ, સેનિટાઈઝર, માસ્ક, થર્મલ ગન, પીપીઈ કીટ, થર્મોમીટર વગેરે જેવી અસંખ્ય વસ્તુઓ ખરીદવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને આ વસ્તુઓનો લાભ પહોંચ્યો નહીં હોવાના આક્ષેપો અનેક વાર થઈ ચૂક્યા છે ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન કોરેન્ટાઈન સેન્ટરોના રૂ.૩૬ લાખના બિલ મૂકાયાં છે.
મ્યુનિ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તંત્ર ઉપર એકહથ્થુ પકડ ધરાવતા એક વગદાર સ્થાનિક નેતાના ઈશારે કોરોના કાળમાં રાશન કીટ, સેનિટાઈઝર, માસ્ક, થર્મલ ગન, પીપીઈ કીટ, થર્મોમીટર જેવી વસ્તુઓ ખરીદવામાં આવી હતી. મહામારીના સમયમાં નાગરિકોને મદદરૂપ થવાના ઈરાદે સરકારે ગ્રાન્ટ આપી હતી, પરંતુ તેમાંથી મોટાભાગના નાગરિકો સુધી રાશન કીટ, સેનિટાઈઝર પહોંચ્યા ન હતા. મ્યુનિ.ની ગ્રાન્ટની થર્મલ ગન કે થર્મોમીટર તો ક્યાંય જાેવા મળતાં નથી.
પ્રથમ લહેરમાં કરાયેલા રૂ.પાંચ કરોડના ખર્ચનો હિસાબ સમજવા માટે હજુ પણ વિરોધપક્ષ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે કોરેન્ટાઈન સેન્ટરો પર નાગરિકોની સેવા માટે રૂ.૩૬ લાખનું બિલ મૂકાયું છે. મ્યુનિ. દ્વારા સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, યૂથ હોસ્ટેલ, એનઆઈસીએમ ખાતે કોરેન્ટાઈન સેન્ટર શરૂ કરવાની જાહેરાત થઈ હતી. આ કોરેન્ટાઈન સેન્ટર પર ખૂબ ઓછા દર્દીઓને રાખવામાં આવ્યા હતા, આમ છતાં તોતિંગ બિલ રજૂ કરાયું છે. પ્રથમ લહેર દરમિયાન મનસ્વી રીતે ખરીદી કરાવનારા સ્થાનિક વગદાર નેતાના ઈશારે જ આ બિલ પણ મૂકાયા હોવાની ચર્ચા મ્યુનિ. વર્તુળોમાં વ્યાપક બની છે.કબાડીગ્રુપ દ્વારા હજુ ધીરે ધીરે બિલો મુકવામાં આવી રહ્યા છે ત્યારે આમાં મનપાને ભરડો લીધેલ કબાડી ગ્રુપનું આ બીલ હવે લટકણિયાં ગાજર જેવું લટકે છે કે પાસ થાય છે તે જાેવું રહ્યું. બાકી, ૫ કરોડનો ખર્ચ ક્યાં કરવામાં આવ્યો? તે યથાર્થ પ્રશ્ન છે.