ગાંધીનગર મહાનગરપાલિકા ની ફુડ સેફ્ટી શાખા દ્વારા ગઇકાલ મોડી રાત સુધી પ્રખ્યાત ઘ-૫ રાત્રિ ખાણીપીણી બજાર તેમજ આજરોજ કરાઇ ચાર રસ્તા,ઝુંડાલ તેમજ સેક્ટર-૦૬ ઇસ્કોન ગાંઠિયાની તપાસ, બિનઆરોગ્યપ્રદ ૩૯ કિગ્રા ખાદ્યચીજનો જથ્થો નાશ, ૦૩ ને ઇમ્પ્રુવમેન્ટ નોટીસ
ગાંધીનગર મહાનગરપાલિકાની ફુડ સેફ્ટી શાખા દ્વારા તા.૨૨/૦૮/૨૦૨૬ ના રોજ સેક્ટર ૧૬ માં આવેલ પ્રખ્યાત ઘ-૫ ખાણીપીણી બજારમાં મોડી રાત્રી સુધી તપાસ કરવામાં આવી જેમાં “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬” હેઠળ ૦૮ પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવેલ.જેમાં ખાદ્યચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી. ઉક્ત સ્થળો એ ઉક્ત ધારા હેઠળના સેનીટેશન અને હાઇજીનીક જોગવાઇ મુજબના શિડ્યુલ-૪ ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવેલ ઇન્સ્પેક્શન દરમિયાન સેનિટેશન તેમજ હાઈજીનિક કન્ડિશન અન્વયે માલુમ પડેલ ક્ષતિઓ અન્વયે ૦૨ પેઢી A1 ચાઇનીઝ, ભાવનાબેન રાવલ તથા ચસ્કો ફાસ્ટ ફુડ ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવેલ છે. આ ઉપરાંત અમરશક્તિ ફાસ્ટ ફુડ , ચારભુજા ફાસ્ટ ફુડ , મિલન ભાજીપાઉ એન્ડ પિઝા , ચાયવાલે,રામદેવ ફાસ્ટ ફુડ વિગેરે પેઢીઓની પણ ખાસ તપાસ હાથ ધરવામાં આવેલ વધુંમા આ અલગ અલગ પેઢીઓમાંથી કુલ ૦૬ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા.જે પૈકી A1 ચાઇનીઝ માંથી મિક્ષ હાંડી ( તૈયાર ખોરાક) , હક્કા નુડલ્સ (તૈયાર ખોરાક) ના નમુનાઓ તેમજ ભાવના બેન રાવલ પેઢીમાંથી પનીર ટીક્કા (તૈયાર ખોરાક) , સેવ ટામેટાનું શાક (તૈયાર ખોરાક) અને ચસ્કો ફાસ્ટ ફુડમાંથી અવર લો ફેટ હાર્ડ પનીર તથા અવર ફ્રેશ પનીર ના નમુનાઓ લેવામાં આવેલ છે જે નમુનાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત આજરોજ તા.૨૩/૦૮/૨૦૨૬ ના રોજ કરાઇ ચાર રસ્તા ખાતે આવેલ મારુતિનંદન રેસ્ટોરન્ટ ખાતે તપાસ હાથ ધરતા તે પેઢીને પણ હાઇજીન અને સેનીટેશન કંડીશન બાબતે ક્ષતિઓ જોવા મળતા ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપવામાં આવેલ છે. વધુમાં ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપેલ પેઢીઓમાં જો સુધારો નહીં જણાય તો આગળની સખત કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ૦૪ કિગ્રા જેટલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજ નો જથ્થો નાશ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તે વિસ્તારની ટી પોસ્ટ તેમજ કેરાલા કિચન નામની રેસ્ટોરન્ટની પણ તપાસ કરવામાં આવેલ જે પૈકી કેરલા કિચનમાંથી થટ્ટે ઘી પુડી ઇડલી (તૈયાર ખોરાક) તથા રેવા ઓનિયન મસાલા ઢોસા (તૈયાર ખોરાક) ના નમુનાઓ લેવામાં આવેલ.આ ઉપરાંત ઇસ્કોન ગાંઠિયા, સેક્ટર-૦૬ તેમજ સર્વોત્તમ હોટલ,ઝુંડાલ માં પણ તપાસ કરવામાં આવી જેમાંથી મિક્ષ વેજ શબ્જી તથા દાલ ફ્રાય ના નમુનાઓ લેવામાં આવેલ. જે નમુનાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉક્ત પેઢીઓ સહિત ઘ-૫ ખાણીપીણી બજારની અન્ય તમામ પેઢીઓને પણ ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ ભોજન આપવામાં આવે તે સુનિશ્વિત કરવા સૂચનાઓ તેમજ મોડી રાત્રે તે બાબતેની સમજ પણ આપવામાં આવેલ છે તેમજ“ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬” તેમજ તે હેઠળના તમામ રેગ્યુલેશન્સ ની તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવા સુચનાઓ આપવામાં આવેલ છે.
વધુમાં ગાંધીનગર શહેરમાં ખાદ્યચીજનો વેપાર કરતાં તમામ હોટલ રેસ્ટોરન્ટ, લારીઓ ને વારંવાર ખાસ સુચના સહિત અપીલ કરવામાં આવે છે કે કિચનમાં કામ કરતા તેમજ ખોરાક પીરસતા ફુડ બિઝનેશ ઓપરેટરો એ કેપ, એપ્રોન તથા ગ્લવ્ઝ ફરજીયાત પહેરાવવા તેમજ તૈયાર ખાદ્યચીજની બનાવટમાં કોઈપણ પ્રકારના કલર નો ઉપયોગ ન કરવા તેમજ ન્યૂઝપેપર નો પણ ઉપયોગ નહીં કરવા અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ માં ખાદ્યચીજ બનાવવા અને પીરસવા સૂચના આપવામાં આવે છે અને મહાનગરપાલિકા દ્વારા આ તપાસ સતત ચાલું રાખવામાં આવશે અને “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬”ની જોગવાઇઓનું પાલન થાય તે સુનિશ્વિત કરવામાં આવશે અને જોગવાઈ ના કોઈપણ પ્રકારના ભંગ બદલ લાયસન્સ / રજીસ્ટ્રેશન સર્ટી. કાયમી ધોરણે સસ્પેન્ડ કે રદ્દ કરવા સુધી તેમજ ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકા શહેરના તમામ નાગરીકોને શુધ્ધ, આરોગ્યપ્રદ અને સલામત ખોરાક મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે.
