દેશમાં સ્ત્રીઓને કાયદાનો મોટો સહારો મળ્યો છે. અને સરકાર જે કાયદા સ્ત્રીઓ માટે લાવ્યા છે, તે ખરેખર યોગ્ય છે, ત્યારે ઘણી જ વાર આ કાયદાનો મીસયુઝ પણ થો હોય છે. આજે દેશમાં ૪૯૮ નો કાયદો સ્ત્રીઓ માટે લાવ્યા તે સરાહનીય છે. અને સ્ત્રી માટે ઢાલ સ્વરૂપ છે. પણ આનો જે ઉપયોગ અનએ મીસયુઝ થઇ રહ્યો છે, તેની માટે આજે દેશમાં ચળવળ અને પતિ પીડીત ટ્રસ્ટ પણ ઉભું થયું છે. ત્યારે ગુજરાતના રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં એક પુરુષે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં આવેલા એક પુરૂષે ફેસબુક લાઇવ કરીને ફિનાઇલ પી લીધુ હતું. ફિનાઇલ પીનાર કેતન પટેલે પોતાની પત્નીના ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર બન્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ કમિશનર કચેરીમાં આત્મહત્યા કરતા ત્યાં દોડદામ મચી ગઇ હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે સમાજમાં એવી ઘટનાઓ સામે આવે છે કે પતિના ત્રાસથી કંટાળી પત્ની આત્મહત્યા કરે છે પરંતુ રાજકોટ કમિશનર કચેરીમાં બનેલી આજની ઘટના તદ્દન અલગ છે. કારણ કે પત્નીના ત્રાસથી પતિએ આપઘાતનો પ્રયાસ કરતા આ મામલો ચર્ચામાં છે. આપઘાતનો પ્રયાસ કરનાર કેતન પટેલના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે તેની પત્ની નથી મારી નાંખવાની ધમકી આપતી હતી અને આ ધમકીના પગલે જ કેતન પટેલે આપઘાતનો પ્રયાસ કર્યો છે.રાજકોટની જાણીતી મહિલાના પતિ કેતન પટેલનો સુસાયડનો પ્રયાસ હાલમાં ચર્ચામાં છે. કેતન પટેલની પત્ની જલ્પા પટેલ સાથી સેવા ટ્રસ્ટની ટ્રસ્ટી હોવાથી રોફ અને ખોફ જમાવી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતી હોવાનો પતિએ સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કેતન પટેલના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી છે જેમા સાથી ગ્રુપની ટ્રસ્ટી મારી પત્ની જલ્પા પટેલ અને તેને સાથી મિત્રો દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવે છે તેવો ઉલ્લેખ છે. આત્મહત્યાનું કારણ મારી પત્ની જલ્પા પટેલ છે તેવું સ્પષ્ટ સુસાઇડ નોટમાં લખી કેતન પટેલે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પી લીધુ હતું.