GJ-18 મનપાનો વિસ્તાર અને વ્યાપ જેમ વધ્યો છે,તેમાં ન્યૂ GJ-18 ની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે. GJ-18 પહેલાં મનપાનો વિસ્તાર ઘ-૦ થી ઘ-૭ અને ચ-૦ થી ચ-૭ સુધીનો વિસ્તાર હતો.હવે વિસ્તારનો વ્યાપ વધતાં ચ-૦ થી કોબા અને ઘ-૦ થી ખોરજ સુધીનો વિસ્તાર વ્યાપ વધ્યો છે.ત્યારે બીજી બાજુ રાંધેજા અને પેથાપુર સુધીનો વિસ્તાર પણ આમાં ભળી જતાં વિસ્તાર વ્યાપ વધવા છતાં અને કરોડોની ગ્રાન્ટો મનપાને આપવા છતાં સાફસફાઈના નામે અને સુવિધાના નામે મીંડું જેવી હાલત છે. ત્યારે GJ-18નાં નવા વિસ્તારો પૈકી રાયસણ, સરગાસણ, કુડાસણ, રાંદેસણ એવાં જેટલાં સણ આવે છે ત્યાં કચરાંનાં મણ ભેગા થઇ ગયાં છે.ત્યારે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગઈ છે. દરેક જગ્યાએ કાદવ, કીચડ,ગોબર , ગંદકીથી લઈને રોડ રસ્તા પર પાણી પાણીથી લોકો રોંગ સાઇડ રસ્તે જઈ રહ્યા છે.ત્યારે GJ-18 ખાતે સૌથી વધારે સ્થિતિ કાદવ, કીચડ અને ખોદકામના કારણે માટી વ્યવસ્થિત ન દબાતા આખરે ગાબડાં પડવા માંડ્યા છે.
GJ-18 ખાતે સૌથી વધારે વસ્તી અને વિકાસશીલ તરીકે નામ છે એવાં કુડાસણ રાયસણ સરગાસણ રાંદેસણ એવાં સણ નામથી પ્રચલિત વિસ્તારોમાં કચરાનાં મણ જોવાઈ રહ્યા છે. લાખો કરોડોની કિંમતનાં ફ્લેટો,મકાનો, બંગલાઓમાં રહેનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.ત્યારે સાફ સફાઈ કરવામાં આવે છે પણ,કાદવ કીચડ જે નવાં રસ્તાઓના ખોદકામને કારણે પુરાણા ન થતાં આખરે પ્રજાજનોને હેરાન પરેશાન થવું પડે છે.રોડ રસ્તા ઉપર પાર્કિંગ કરવું ક્યાં? તે યથાર્થ પ્રશ્ન છે. ગંદકી,કાદવ, કીચડથી પ્રજાજનો ત્રસ્ત થઈ ગયા છે.ત્યારે કિમ વિસ્તારો તરીકે જાણીતા અને સૌથી વધારે કફોડી હાલત GJ-18 ની છે.