ગુજરાતમાં ઘણી જ સંસ્થાઓ આજે કામ કરી રહી છે, ત્યારે બોલે તેના બોર વેચાય, એવી સ્થિતિ ગુજરાતમાં કર્મીઓની છે, ત્યારે મધ્યાહન ભોજન માં કામ કરતા આશરે ૯૬ હજાર કર્મચારીઓની હાલત કફોડી છે. ૩૪ વર્ષથી કામ કરતા સંચાલકનો મહિને પગાર-૧૬૦૦, રસોઈયા-૧૪૦૦, મદદનીશ-૫૦૦, પગાર જે સરકારના મંજૂર કાયદામાં જે માનદવેતન સરકારે નક્કી કર્યું છે, તેના કરતાં પણ ઓછો છે, ત્યાંની ૩૪ વર્ષથી કામ કરતા આપ કર્મીઓને પગાર વધારવા અનેક રજૂઆત કરવા છતાં સરકારમાં હજુ સુધી કોઈની વાત પહોંચી નથી, ત્યારે આવી જ અનેક સંસ્થાઓ જેવી કે ICDS,- આસાવર્કર,SDR, DRD,TRP, હોમગાર્ડઝ જવાનોને રોજનો જે પગાર મળે છે. તેમા અનેકવાર સુધારા સાથે વધારો કરી દેવામાં આવ્યો છે.ત્યારે મધ્યાહન ભોજનમાં કર્મચારીઓમાં પગાર જે ૧૬૦૦ (સંચાલકનો) ગણાય તો રોજના ૫૧ રુપિયા પગાર તો ચાની કિટલીવાળાઓ પણ રોજનું ખાવું પીવું ને ચા નાસ્તો સાથે રોજની ૨૦૦ રૂપિયાની હાજરી આપે છે.
ગુજરાતમાં ૫૦ લાખ બાળકોને રોજ રોજ આ શાળાઓમાં મધ્યાહન ભોજનના કર્મીઓ દ્વારા જમાડવામાં આવે છે. ત્યારે ૮ કલાકની સેવા છતાં માનદવેતન ૧૬૦૦ મહિને હોય તો ફ્કત ૫૧ રુપિયા રોજના થાય. ત્યારે અનેકવાર આ સંગઠન દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર સાંભળતું નથી. ત્યારે સંસ્થાના લોકો ભેગા થઇ આજરોજ મહામહિમ એવાં રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતુ.અને મુખ્યમંત્રી ને પણ રૂબરૂ પાઠવવા ગયા હતા ત્યારે મંડળના રમેશ કામલિયા, વીરા પેથા ચેતલિયા, દિલીપસિંહ જાડેજા, અમિતાબેન પરમાર, પ્રફફૂલભાઈ વાલેચા,માયાબેન ગઢવી, ભારતીબેન પટેલથી લઈને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હોદેદારો અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં આજે GJ-18 ખાતે આવ્યાં હતાં.અને આ પ્રશ્ને ટુંક દિવસોમાં પ્રશ્નનું સોલ્યુશન નહી આવે તો ઉગ્ર આંદોલન સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને મંજૂરી અગાઉ પણ માંગી હતી તે આપવામાં આવી ન હતી.ત્યારે હવે મંજૂરી ના મળે તો પણ આંદોલન કર્મીઓના હિતમાં ઉપવાસ આંદોલન કરશે તેવી પણ મંડળના સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે.