GJ-18નું સ્થાપના દિવસ એટલે કે ૨જી ઓગસ્ટ ગણાય છે ત્યારે આ સ્થાપના દિવસે દર વર્ષે અનેક વિધ લોકો અનેક પ્રકારની ઉજવણી કરતા હોય છે ત્યારે GJ-18 ખાતેના સ્થાપના દિને સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજ ટ્રસ્ટ, GJ-18, ઋષિવંશી સમાજ સેવા ફાઉન્ડેશનના સ્થાપક હેમરાજ પાડલીયા તથા તેમની ટીમ દ્વારા અનેકવિધ કાર્યક્રમોની વણઝાટ સાથે તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ૩૩ જેટલા કાર્યક્રમોની વણજાટ સાથે લોકપર્ણ પણ અનેકવિધ કામોનું થવાનું છે. ત્યારે GJ-18 નો સ્થાપના દિવસ ૫૬ નો ધામધૂમથી ઉજવવા પ્રમુખ હેમરાજ પાડલીયા સેવાના સાગર ગ્રુપ ને આગળ વધારી રહ્યા છે.વધુમાં સ્થાપના દિવસે સરકારની ૧૦૮ તો હેમરાજ પાડલીયા ૮૦૧ નામની એમ્બ્યુલન્સ નું GJ-18 ખાતે લોકપર્ણ કરવામાં આવ્યો ત્યારે ચિત્રસ્પર્ધા, વૃક્ષારોપણ, મુક્તિધામના સ્ટાફનું સન્માન, બર્થ-ડેમાં કેક કટિંગ, બાળકો દ્વારા કરવાનું દીવ પ્રગટ રોશની , વકૃત્વ સ્પર્ધા જેમાં વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવશે. ત્યારે અનેકવિધ લોકો આ કાર્યોમાં જાેડાશે તેવી પણ હેમરાજ પાડલીયા દ્વારા કરવામાં આવી છે.