પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના વિવિધ જિલ્લાના આ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બઠેલા દિલીપકુમાર અમૃતભાઇ સુવાળીયા સાથે પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાત કરી હતી.
પ્રધાન મંત્રીશ્રી : શું કામ કરો છો.. દિલીપભાઇ
દિલીપભાઇ : સાહેબ, જાસપુર ગામમાં સલૂનની દુકાન ચલાવું છું.
પ્રધાનમંત્રીશ્રી : દિલીપભાઇ દિવ્યાંગ છો ?
દિલીપભાઇ : આ સાહેબ, નાનો હતો, ત્યારે પોલિયો થયો હતો, ત્યારેથી અપંગતા છે.
પ્રધાનમંત્રીશ્રી : કોરોનાકાળમાં દુકાન ચલાવતા સાવચેતી રાખી હતી ?
દિલીપભાઇ : હા સાહેબ, માસ્ક પહેરતો હતો, હાથમાં હેન્ડ ગ્લોસ પહેરતો હતો.
પ્રધાનમંત્રીશ્રી : તમારું કામ એવું છે કે આપ લોકાના સીધા સંપર્કમાં આવો ને ?
દિલીપભાઇ : હા, સાહેબ, પણ ભગવાનની દયા છે,
પ્રધાનમંત્રીશ્રી : ભાઇ, આપને અનાજ પૂરેપૂરું મળે છે ? અનાજ મેળવવામાં કોઇ તકલીફ પડે છે ?
દિલીપભાઇ : હા, સાહેબ આપ.. છો ને સાહેબ બીજું અનાજ મેળવવામાં કોઇપણ તકલીફ પડતી નથી.
પ્રધાનમંત્રીશ્રી : દીકરા – દીકરી કેટલા છે ? દિલીપભાઇ
દિલીપભાઇ : બે દીકરા છે, સાહેબ
પ્રધાનમંત્રીશ્રી : ભણાવો છો દીકરાને.. ?
દિલીપભાઇ : એક ભણે છે, એક મને દુકાન કામમાં મદદ કરે છે
પ્રધાનમંત્રીશ્રી : બીજાને કેમ દુકાનમાં કામ કરાવો છો.
દિલીપભાઇ : અપંગતા છે,એટલે કોઇ મદદમાં જોઇએને સાહેબ,
આ સંવાદ બાદ દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સર્વે ગાંધીનગર જિલ્લા વાસીઓને પ્રણામ કર્યા હતા.
દિલીપભાઇ સાથે વડાપ્રધાનશ્રીએ વાત કરી તેનો આનંદ તેમના ચહેરા ઉપર દેખાતો હતો. તેઓને ગ્રામજનો અભિનંદન આપતાં નજરે પડતા હતા