
89a01209-5c9c-407d-8f38-7f3c411200a3
video
અમદાવાદ
ઇઝરાયલ ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ દરમિયાન પોતાના જીવની પરવા કર્યા વિના અદમ્ય સાહસ અને સમયસૂચકતા દાખવીને ૧૭૪ મુસાફરોના જીવન બચાવનાર ગુજરાતના સપૂત કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને સમગ્ર વિશ્વ સલામ કરી રહ્યું છે.
આ અંગે ગુજરાતના કૃષિ મંત્રી તથા રાજ્ય સરકારના પ્રવક્તા શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાતના સપૂત અને ભારતના ગૌરવ સમાન કેપ્ટન સ્મિત મચ્છરે જે સાહસ અને શૌર્ય બતાવ્યું છે તે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે હિંમત ન હારી અને પોતાની ફરજને સર્વોપરી રાખીને ૧૭૪ મુસાફરોના જીવનની રક્ષા કરી.”
શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કેપ્ટન સ્મિત મચ્છરની આ બહાદુરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ બિરદાવી છે. આ ઘટના ભારતની **‘વસુધૈવ કુટુંબકમ્’**ની ભાવના અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી હંમેશા માનવતા, સેવા અને રાષ્ટ્રહિતના મૂલ્યોને પ્રાધાન્ય આપી રહી છે.
શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “જે વીર સપૂતે પોતાની હિંમતથી અનેક લોકોના જીવ બચાવ્યા છે, તેમના ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થવા માટે આજે સમગ્ર ગુજરાત પ્રાર્થના કરી રહ્યું છે.”
આજરોજ કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠન, સૌ ધારાસભ્યશ્રીઓ, તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નગર દેવી ભદ્રકાળી માતાજી ના સાનિધ્ય માં કેપ્ટન સ્મિત મચ્છરની ઝડપથી સ્વસ્થતા અને તેમના ઉત્તમ આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીએ માત્ર ૧૭૪ મુસાફરોના જીવનને સુરક્ષિત જ બનાવ્યા નથી, પરંતુ વિશ્વ સમક્ષ ભારતીય શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને માનવતાનું ઉદાહરણ પણ રજૂ કર્યું છે. સમગ્ર ગુજરાત અને દેશ તેમના સાહસને ગૌરવપૂર્વક યાદ કરી રહ્યો છે અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહ્યો છે.