ગુજરાતના ડે.મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા ય્ત્ન-૧૮ સે.૭ ખાતે આવેલા ભારત માતાના મંદીર ખાતે પોતાના તેમની ભાષણમાં દેશમાં હિંદુઓની બહુમતી છે. ત્યાં સુધઈ કાયદો અને બંધારણ ટકેલા છે. હિંદુઓની બહુમતી છે, એટલે જ બિન સાંપ્રતાયિક્તાની વાત કરશે, જાે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા તો બધુ પૂર્ણ થઇ જશે. દેશમાં કોઇ કોર્ટ, કગચેરી કે બંધારણનું અસ્તિત્વ નહીં રહે, દેશની બિનસંપ્રદાયિકતા જાેખમમાં મૂકરશે, અને બધું દફન થઇ જશે, ત્યારે આ નિવેદનબાદ દેશમાં ભારે પ્રશ્ચાઘાતો પડ્યા છે. અને ડે. મુખ્યમંત્રી નિતિન પટેલ આ નિવેદન બાદ ઝડપથી ભારે ઉપસી આવ્યા છે.
ડે. મુખ્યમંત્રીના આ નિવેદનબાદ અનેક મોટા નેતાઓએ ટેકો આપ્યો છે. ત્યારે ખાસ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પટેલને ટેકો આપતાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ડે. મુખ્યમંત્રી સાથે ગ્રામ્ય વિસ્તારોના સરપંચો પણ ટેકામાં આવી રહ્યા છે.મોતીપુરા સાદરા, ચિલોડા ગ્રામ પંચાયત, વડોદરા ગ્રામ પંચાયત, લિબડીયા કરાઇ, પિરોજપુર (જેઠીપુરા) અને લવારપુરના સરપંચ હર્ષદ પટેલને ખુલ્લો ટેકો જાહેર કરીને પત્ર પાઢવ્યો છે. ત્યારે GJ-18ના રતનપુર ગામના સરપંચે પણ ટેકો જાહેર કરતાં ૨ સરપંચો ડે. મુખ્યમંત્રીના ટેકામાં આવ્યા છે ત્યારે આ સ્ફોટક નિવેદન બાદ વિરોધપક્ષોમાં પણ હડકંપ મચી ગયો છે.