ગાંધીનગર જિલ્લો કૂપોષણ મુક્ત કરવા અને જે કૂપોષણ બાળકો છે, તેની યાદી તૈયાર કરીને જે જરૂરીયાત હોય તે સંપૂર્ણ પુરી આપવા કેન્દ્રીય મંત્રી એવા પુરુષોત્તમ રૂપાલાએ ઉહંકાર કર્યો છે.
ત્યારે રવિવારે રાયસણ ખાતે વડાપ્રધાનશ્રીના મન કી બાત કાર્યક્રમમાં કમલમ ખાતે પોતે પધાર્યો હતા. મન કી બાત કાર્યક્રમમાં અનેક કાર્યક્રમો જાેડાયા હતા. ત્યારે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ તથા તેમની ટીમને સૂચના આપીને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું, કે ય્ત્ન-૧૮ જિલ્લામાં કોઇપણ બાળકો કુપોષણ ન હોવા જાેઇએ, જાે હોય તો તમામ માહિતી, ડેટા ભેગા કરીને તમામ કુપોષણ બાળકોને કીટથી લઇને તમામ ચીજવસ્તુઓ આપવાની બાંહેધરી આપી હતી. ત્યારે કુપોષમ મુક્ત ય્ત્ન-૧૮ જિલ્લો બનાવવા કેન્દ્રીયમંત્રીએ પુરુષાર્થ સાથે કરેલો નિર્ણય બાદ હવે ભાજપ શહેર પ્રમુખ રુચિરભટ્ટને તથા તેમની ટીમને આ સંદર્ભે સૂચના આપી હતી.