ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવતા અમિત શાહ

Spread the love

આજરોજ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના લોકલાડીલા સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે ‘લાડુ વિતરણ યોજના’નો શુભારંભ સાણંદ તાલુકાના નિધરાડ ગામ ખાતેથી કરાવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીશ્રીઓ દ્વારા શ્રી અમિતભાઇ શાહનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી અમિતભાઇ શાહે દેશ-દુનિયામાં વસતા કરોડો નાગરિકોને કૃષ્ણજન્મોત્સવના શુભ અને પાવન અવસર જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ૫૧૦૦ વર્ષ પહેલાં જન્મેલા બહુમુખી, બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા એવા કૃષ્ણ જેમણે સમગ્ર વિશ્વને ધર્મના રસ્તા પર ચાલવાનો માર્ગ બતાવ્યો તેમનો જન્મદિવસ ફક્ત ભારતીયો જ નહીં દુનિયાના કરોડો લોકો ઉજવે છે, ગુજરાતવાસીઓ માટે ગર્વની બાબત છે કે, દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની કર્મભૂમિ બનાવી જીવનનો મોટો ભાગ અહીં વિતાવ્યો.
આ પ્રસંગે શ્રી અમિતભાઇ શાહે પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરી ૧ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સૌ રમતવીરોને ભારતને ગૌરવ અપાવવા બદલ તેમની અથાગ મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગોલ્ડ મેડલ જીતનાર અવની લેખારા અને ગુજરાતની દીકરી ભાવિના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ અનેકાનેક શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા આજના આ કાર્યક્રમમાં લાડુ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવતાં તેમણે જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણએ તેમની બાલ્યાવસ્થામાં બાળગોપાલ રૂપમાં અનેક અસુરોનો સંહાર કર્યો હતો, બાળકોનું સ્વાસ્થ્ય કેવું હોવું જાેઈએ તેનું ઉત્તમ ઉદાહરણ ‘બાળગોપાલ’ છે. આજે જન્માષ્ટમીના પાવન દિવસે સગર્ભા મહિલાઓ માટે ‘લાડુ વિતરણ યોજના’નો શુભારંભ કરવાનું સૌભાગ્ય મળ્યું છે, તેનો મને વિશેષ આનંદ છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ બાળકો અને સ્વસ્થ બાળકો માટે સગર્ભાવસ્થા દરમિયાન માતાઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અને ગર્ભમાં રહેલા બાળકના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ આહાર અતિઆવશ્યક છે.શ્રી શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી અને વહીવટી તંત્રના સહકારથી મતક્ષેત્રની ૭૦૦૦થી વધુ સગર્ભા બહેનોને કુપોષણ સામેની લડાઈ માટે દર મહિને ૧૫ મગઝના લાડુ વિતરિત કરવામાં આવશે. ચણાના લોટ, ઘી અને સાકરથી બનેલા ગુણકારી એવા મગઝના લાડુ શારીરિક, માનસિક વિકાસ માટે જરૂરી તત્વોથી ભરપૂર હોય છે તેમજ ઉર્જાનો પણ સ્ત્રોત છે જેના સેવનથી સાગર્ભઓને યોગ્ય પોષણ પણ મળી રહેશે. સગર્ભા મહિલાઓના સારા આરોગ્ય માટે મગઝના લાડુ તૈયાર કરવા બદલ તેમણે સ્વયંસેવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ મંત્ર ‘સહી પોષણ, દેશ રોશન’ને ધ્યાનમાં રાખી આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન ખાતેથી ૮ માર્ચ ૨૦૧૮થી દેશવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરી પૌષ્ટિક આહાર અંગે જાગરૂકતા ફેલાવવાનું અભિયાન શરૂ કર્યું જેના ભાગરૂપે આજે કુપોષણ વિરુદ્ધ લડાઈનું આપણું અભિયાન જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, સગર્ભા મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે સરકાર સંપૂર્ણ રીતે ચિંતિત છે. છેલ્લા ૩ વર્ષમાં દેશની ૭.૫ કરોડ ગર્ભવતી મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી ૩.૫ કરોડ માતાઓને ફોલિક એસિડ સપ્લીમેન્ટ આપવામાં આવ્યા છે તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૬માં શરૂ કરેલ સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ ૩ કરોડથી વધુ મહિલાઓની પ્રસવ પૂર્વ તપાસ કરવામાં આવી છે. આજે દેશમાં કુપોષણ સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે સરકારના ૧૮ મંત્રાલયો સામુહિક રીતે અભિયાન ચલાવી રહ્યા છે. ગુજરાત સરકારે પણ ગુજરાત કો. ઓપેરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સહાયથી ટેક હોમ રાશનના પેકેટ પોષણ માટે આપ્યા છે તે સરાહનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com